ગ્રાઉન્ડ રિપોર્ટ:મુસ્લિમ પ્રભુત્વવાળી પૂર્વ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાં કુલ 14માંથી 13 મુસ્લિમ ઉમેદવાર, 8 અપક્ષ
  • આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત લીધી

મોટા ભાગની બેઠકો પર AAPને પગલે પહેલીવાર ત્રિપાંખીયો જંગ ખેલાશે. જેમાં પૂર્વ બેઠકમાં આપના કંચન જરીવાલાએ નાટ્યાટત્મક રીતે ફોર્મ ખેંચી લેતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. ભાજપ ેઅરવિંદ રાણા અને કોંગ્રેસે અસલમ સાયકલવાલાને ટિકીટ આપી છે.

સુરત શહેરની 12 વિધાનસભા બેઠકમાંથી ભાજપ 2017ની ચૂંટણીમાં પૂર્વ બેઠક માત્ર 13347ના સૌથી ઓછા માર્જીનથી જીત્યું હતું. આ બેઠક પર મુસ્લિમોના મત સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે. કુલ મતદારો 2.10 લાખ પૈકી મુસ્લિમ મતદાર જ 48 ટકા એટલે 96 હજાર છે. બીજી તરફ કોંગ્રેસે પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલા ને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણાને મેદાનમાં ઉતાર્યા છે.

પૂર્વની બેઠક પર કુલ મતદારો 2.10 લાખ પૈકી એક અંદાજ મુજબ 30 ટકા એટલે કે 60 હજાર જેટલા મતદારો સ્થળાંતર કરીને અન્ય વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે. જેમાંથી પણ 10 ટકા મતદારો જ મતદાન કરવા આવે છે. પૂર્વમાં મુસ્લિમ મતદારો સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે મુસ્લિમ મતદારો ભાજપ કે કોંગ્રેસ કોની તરફી રહે છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે. પૂર્વની બેઠક પર ઔવેસીની AIMIM પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી, ભારતીય બહુજન કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા છે. પૂર્વમાં કુલ 14 ઉમેદવાર પૈકી 8 અપક્ષ ઉમેદવાર છે. 14માંથી ભાજપના ઉમેદવાર સિવાય તમામ 13 ઉમેદવાર મુસ્લિમ છે. જેને લઇ ચૂંટણીમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક રહેશે.

અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર, વ્યાપક ફરિયાદો છતાં પગલાં લેવાતા નથી
કોટ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. જો કે અશાંતધારાનો ભંગ કરી કોટ વિસ્તારમાં મિલક્તોનું વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. અશાંતધારાનો અમલ કાગળ પર થતાં કલેકટરાય અને પાલિકા કચેરી સુધી ફરિયાદો ગઇ છે. અશાંતધારા નિયમનું ભંગ કરી મિલકતો તબદીલ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ છે. હજુ નક્કર પગલા લેવાયા નથી.

કોટ વિસ્તારમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા બગીચા અને અન્ય સુવિધાઓનો અભાવ
સુરત:પૂર્વ વિધાનસભામાં શહેરનો કોટ વિસ્તાર આવી જાય છે. કોટ વિસ્તારમાં વર્ષોથી દબાણ સાથે ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. ં કોટ વિસ્તારમાં મેટ્રો રેલનું કામ ચાલુ થતા ટ્રાફિકની સમસ્યા વધારે વકરી છે. અત્યંત ગીચ વિસ્તાર વચ્ચે પાણી, ડ્રેનેજ કે રસ્તાના કામોથી ટ્રાફિકની સમસ્યા વકરે છે. બાગ બગીચાની સુવિધા ઉભી કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...