તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સુરતમાં રહેતા માલિબા કોલેજના મહિલા પ્રોફેસરે પારિવારિક ઝઘડા અને માનસિક તણાવમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરી લેનારા મહિલા પ્રોફેસરની ફાઈલ તસવીર - Divya Bhaskar
આપઘાત કરી લેનારા મહિલા પ્રોફેસરની ફાઈલ તસવીર
  • 10 વર્ષથી માનસિક તણાવના શિકાર હોવાનું મૃતકના સંબંધીઓએ કહ્યું

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા મહિલાએ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. મૃતક ફોરમબેનના લગ્ન 7 વર્ષ અગાઉ થયા હતાં. સાથે જ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી માનસિક તણાવ અનુભવી રહ્યાં હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું. માનસિક તણાવમાં અને પારિવારિક ઝઘડામાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર આપઘાત કેસમાં અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીની માલીબા કોલેજમાં ફરજ બજાવતા અને અડાજણમાં રહેતા આસી. પ્રોફેસરે ડિપ્રેશન બિમારીને લીધે હાથને બ્લેડ માર્યા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. અગાઉ પણ તેમણે બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પાલના રાજહંસ પ્લુટો ખાતે રહેતા ફોરમબેન અંકિતભાઈ બાવેજા(31)એ 6 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. તેઓ બારડોલી માલીબા કોલેજમાં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી તેઓ ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા અને સારવાર પણ ચાલી રહી હતી. સોમવારે બપોરે રૂમમાં ફાંસો ખાધો હતો. ફાંસો ખાધાની જાણ પરિવારને થતા સિવિલ ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અઢી વર્ષના પુત્રએ માતાનું સુખ ગૂમાવ્યું
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ફોરમ બેન અંકિતભાઈ પાવેજા સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ પ્લેટનો કોમ્પ્લેક્ષમાં રહેતા હતાં. એમના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હોવાનું અને એક અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ફોરમ બેન બારડોલી નજીકની માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રોફેસર હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ હરિયાણાના વતની
પોસ્ટ મોર્ટમ રૂમ બહાર સગાઓએ જણાવ્યું હતું કે, ફોરમબેન ઘણા વર્ષોથી માનસિક તણાવના શિકાર હતા.પતિ અંકિત કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આજે ઘરમાં પરિવારની ગેર હાજરીમાં ફોરમબેને દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહેવાસી હતાં. આપઘાત પાછળ માનસિક તણાવ વચ્ચે પારિવારિક ઝઘડા કારણભૂત હોવાનું હાલ અનુમાન છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માતાને બ્લેડ મારવાનું કહી પગલું ભરી લીધું
એક દિવસ પહેલા ફોરમ પતિ અંકિત સાથે સાપુતારા ગયા હતા. ફોરમની માતા ઘરે રોકાવા આવ્યા હતા. અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર ફોરમબહેને માતાને બહાર જવા કહ્યું હતું. જેથી માતાને શંકા જતા બહાર જવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી આવેશમાં આવીને ફોરમબેને ઘરમાં પતિ, બાળકની હાજરીમાં બ્લેડ વડે હાથની નસ કાપી નાંખવાની ધમકી આપતા માતા બહાર નીકળી ગયા હતા. બાદ પગલું ભરી લીધું હતું.