તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Female Police Officer Was Death And Three Others, Including Two Constables, Were Injured When A Rickshaw Was Hit By A Dumper While Checking A Vehicle In Surat.

વિચિત્ર અકસ્માત:સુરતમાં વાહન ચેકીંગ વખતે રિક્ષાને ડમ્પરે અડફેટે લેતા મહિલા પોલીસ કર્મચારીનું મોત, બે કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈજાગ્રસ્ત

સુરત19 દિવસ પહેલા
અકસ્માતમાં લીનાબેન બચુભાઇ ખરાડે(ફાઈલ તસવીર)એ જીવ ગૂમાવ્યો હતો.
  • ભેસ્તાન ત્રણ રસ્તા પર અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

સુરત ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વાહન ચેકિંગની ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મીઓને વધતી-ઓછી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયાં હતાં. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. રીક્ષા ચાલકના પેપર ચેક કરતી ટીમની રીક્ષા સાથે ડમ્પરના ચાલકે રિક્ષાને અડફેટે લઈ નાસી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ ઘટના સ્થળે જ લીનાબેનનું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ઘટના સ્થળે જ લીનાબેનનું મોત નીપજ્યું હતું.

વાહનચેકીંગ વખતે અકસ્માત
પાંડેસરા પોલીસ ચોકીથી મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે (ઉ.વ 37 (રહે સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા) 5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં. બુધવારની રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. મધરાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.

પોલીસ દ્વારા સિવિલમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા સિવિલમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બે સંતાનોએ માતા ગૂમાવી
મૂળ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મીના પતિ જયેશ મોરીએ જણાવ્યું હતું કે, તેમના લગ્નને 13 વર્ષ થયા હતાં. લીના બે સંતાનની માતા હતી. નાઈટ પાળીમાં નોકરી હોવાનું કહી ઘરેથી નીકળી હતી. નાઈટ પાળીની નોકરી કાળ મુખી સાબિત થઇ હોવાનું કહી શકાય છે. જોકે, અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ બેડામાં મહિલા કોન્સ્ટેબલના મોતથી શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
પોલીસ બેડામાં મહિલા કોન્સ્ટેબલના મોતથી શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

ગાર્ડ ઓફ ઓનર અપાયું
અકસ્માતમાં મોતને ભેટનારા લીનાબેનને સુરત સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસના કર્મચારીઓ સહિતના લોકોએ સેલ્યુટ આપીને શ્રદ્ધા સુમન વ્યક્ત કર્યું હતું. મૃતકના અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવાના હોવાથી મૃતદેહને બનાસકાંઠા લઈ જવામાં આવ્યો હતો.