તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વરાછામાં પુત્રીને મળવા જતા પિતાનું ટ્રકની અડફેટે મોત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વરાછામાં ગરનાળા નજીક પગપાળા જતા વૃદ્ધને ટ્રક ચાલકે ટક્કર મારતા વૃદ્ધનું સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. સુમુલ ડેરી રોડ પર રહેતા 85 વર્ષિય મધુભાઇ ભોલાભાઇ પટેલ બુધવારે સાંજે વરાછા ગરનાળા પાસે રહેતી પુત્રીને મળવા જવા માટે પગપાળા નીકળ્યા હતા.

દરમિયાન આયુર્વેદિક કોલેજ પાસેથી પસાર થતી વેળા ટ્રક ચાલકે તેમને અડફેટમાં લીધા હતા અને ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. મધુભાઇને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ફરાર થયેલા ટ્રકના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો