ઈ-ઓકશન:સ્કોર્પિયો પર નંબર 0001 લખાવવા સુરતના ખેડૂતે RTOને 5.89 લાખ ચૂકવ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પંસદગીના નંબરોનું ઈ-ઓકશન કરવામાં આવ્યું

આરટીઓ દ્વારા ફોર વ્હીલર વાહનોના નંબરોની નવી સિરીઝ GJ 05 RSનું ઈ ઓક્શન કરાયું હતું. જેમાં 0001 નંબર માટે રૂ. 5,89,000ની મહત્તમ બોલી લગાવાઈ હતી. આરટીઓ દ્વારા રૂ. 5,89,000માં આ નંબર વાહન માલિકને ફાળવી દેવાયો હતો. આરટીઓ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે ફોર વ્હીલરના પસંદગીના નંબર માટેની અત્યાર સુધીની સૌથી મહત્તમ બોલી છે.

અત્યાર સુધી 5 લાખથી વધુની બોલી ફોર વ્હીલર માટે લગાવાઈ હોય એવું ધ્યાનમાં નથી. આ વખતના ઈ- ઓકશનમાં મોરાભાગળમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિએ 0001 નંબર લેવા રૂ. 5,89,000ની બોલી લગાવી હતી અને નંબર મેળવવામાં સફળતા મેળવી હતી. મહિન્દ્રા સ્કોર્પિયો માટે 0001 નંબર મેળવવા આટલી બોલી લગાવી હતી. શહેરમાં સ્કોર્પિઓ 12થી 18 લાખ સુધીમાં મળે છે.

પસંદગીના અન્ય નંબરો મળી 9,38,000ની આવક થઇ
નંબરઆવક
1589000
999940000
777740000
555540000
123440000
111140000
33340000
940000
740000
565629000
કુલ938000
અન્ય સમાચારો પણ છે...