તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:મહારાષ્ટ્રથી સુરત આવેલા ખેડૂતે 1 માસથી કામ ન મળતા ફાંસો ખાધો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં બેકારી-બિમારીથી જુદાં-જુદાં ચાર જણાના આપઘાત
  • મનપાના સફાઈ કામદારની માનસિક બીમારીથી કંટાળી આત્મહત્યા

શુક્રવારે શહેરમાં અલગ-અલગ કારણસર 4 લોકોએ જીવન ટૂંકાવી લીધું હતું. પાંડેસરામાં રહેતા બે યુવકોએ બેકારીને લીધે, ડિંડોલીના શ્રમજીવીએ અને મનપાના સફાઈ કામદારે માનસિક બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ પાંડેસરામાં હીરાનગરમાં રહેતા 20 વર્ષિય અમિત ભોલાપ્રસાદ કુશ્વાહ દસ દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રી દરમિયાન લોખંડના હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. અમિત બેંગ્લોરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. કામને લઈ અમિત સુરત આવ્યો હતો. સુરતમાં 10 દિવસથી કોઈ કામ ન મળતા બેકારીથી આપઘાત કરી લીધો હતો.

આવા જ અન્ય એક બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં આવેલી સંગમ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યોગેશ પ્રતાપભાઈ પવાર વતનમાં ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એક મહિના પહેલા યોગેશ સુરતમાં કામ-ધંધો શોધવા આવ્યો હતો.યોગેશ સુરતમાં છેલ્લા 1 મહિનાથી કામધંધો શોધી રહ્યો હતો. એવામાં યોગેશે ગુરૂવારે બપોરના સમયે છતની હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. કોરોનાને કારણે કોઇ કામ મળતું ન હતું. જેથી યોગેશ એક મહિનાથી બેકાર હતો. તેમને એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.

ત્રીજા બનાવમાં નવાગામ ડિંડોલીમાં સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા 19 વર્ષીય શનિ મહેન્દ્રભાઈ બેસાણે છૂટક મજૂરી કામ કરતો હતો. શનિના પિતાનું અવસાન થઇ ગયા બાદ તેમની માતા મનપામાં કાયમી સફાઈ કામદાર તરીકેની ફરજ બજાવી પરિવારનું ભરણપોષણ કરી રહી છે. એવામાં સનીએ ગુરૂવારે બપોરના સમયે પોતાના ઘરે છતની હુક સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

સનીને છેલ્લા એક વર્ષથી માનસિક બીમાર હતો. ચોથા બનાવમાં લાલ દરવાજામાં આવેલ ખોડિયાર નગર મંદિરની પાછળની કિલ્લાના શેઠની વાડીમાં રહેતા 25 વર્ષીય ભીખાભાઈ ભાણાભાઈ પટેલ મનપાના કામદાર તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. ઘરે જ લાકડાની એંગલ સાથે સફેદ સુતરાઉ દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એકલવાયા જીવનથી માનસિક બીમાર થતાં પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...