અકસ્માત:નશામાં ધૂત ચાલકે 4 લોકોને ટક્કર મારી કાર ડિવાઈડર પર ચઢાવી દીધી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરવપથની ઘટના: ટોળાએ ચાલકને ફટકારી પોલીસને સોંપ્યો

પાલ ગૌરવપથ રોડ પર બુધવારે મોડીરાતે દારૂના નશામાં ધૂત કારના ચાલકે 3 થી 4 જણાને ટક્કર મારી ઉડાવી દઈ ડિવાઇડર પર કાર ચઢાવી દીધી હતી. ઘટનાને પગલે ટોળાએ કારના ચાલકને ફટકારી પોલીસે સોંપ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને અડાજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, વિજય રાણાની 20 વર્ષીય દીકરીનેે ગંભીર ઈજા થઈ હતી. આથી વિજયે પાલ પોલીસ સ્ટેશનમાં એક્સીડન્ટની ફરિયાદ આપી હતી. ઉપરાંત કારના ચાલક સામે પોલીસે જાતે ફરિયાદી બની પીધેલાનો કેસ દાખલ કર્યો હતો. પકડાયેલા કારના ચાલકનું નામ ઉત્સવ પનારા(29) છે અને તે પાલ કેનાલ રોડ પર ભાડેની જગ્યા પર ફોર વ્હીલ ગાડીનું ગેરેજ ચલાવે છે તેમજ પાલ ફાયર સ્ટેશનની સામે સ્તુતિ એમ્પેસ રેસીડન્સીમાં રહે છે. બુધવારે રાતે ગેરેજમાં ઉત્સવ પનારાએ મિત્રો સાથે નશો કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...