કાર્યવાહી:કડોદરા ચાર રસ્તા પર ટ્રક પાછળ દારૂ પી કાર ચાલકે ટક્કર મારી ડ્રાઇવરને માર માર્યો

પલસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ડ્રાઇવરની​​​​​​​ ​​​​​​​ફરિયાદના​​​​​​​ આધારે દારૂ પી ગાડી ચલાવવા બદલ ગુનો નોંધાયો હતો

રવિવારે મોડી રાતે કડોદરા ચાર રસ્તા પરથી પસાર થતી એક ટ્રકની પાછળ દારૂ પીને બેફામ ચલાવતા સ્ક્રોપીયો કાર ચાલકે કારની ટક્કર મારી કારચાલક અને બાજુમાં બેઠેલા ઇસમે ટ્રક ડ્રાઈવરને માર મારતા ટ્રક ચાલકે કડોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બને આરોપીને ઝડપી કાર્યવાહી હાથધરી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા ટ્રક ડ્રાઇવર દિનેશ ઓમપ્રકાશ ગુપ્તા 30 જુલાઈના રોજ મુંબઈથી ઓમ ટ્રાન્સપોર્ટની ટ્રક MH 01 CV 1448 લઈ કેમિકલમાં બેરલ ભરી બરોડા ખાતે ઉતારવા માટે જઈ રહ્યા હતાં, જે દરમિયાન 31 જુલાઈના રવિવારના રોજ મોડી રાતે 10 વાગ્યાના અરસામાં ને.હા.48 પરથી કડોદરા ચાર રસ્તા પરના ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન ટ્રકની પાછળ એકાએક બેફામ મહિન્દ્રા સ્કોર્પિયો કાર GJ 05 JK 2181 ના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી અને એટલું ઓછું હોય એમ સ્કોર્પિયો ગાડીને ટ્રકની આગળ રોકી કાર ચાલક રાહુલભાઈ ગબરૂભાઈ ડાંગર તેમજ તેની બાજુમાં બેઠેલા વિજયભાઈ જેરામભાઈ તતપરા ટ્રક ડ્રાઇવરને ટ્રક માંથી ખેંચી કાઢી જાહેરમાં ધિકમુકકાનો માર માર્યો હતો.

બને યુવાનો દારૂ પીધેલા હાલતમાં હોવાના કારણે ટ્રક ચાલકને માર મારીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કડોદરા ચાર રસ્તા પર ઘટના કારણે ટ્રાફિક જામ થતા કડોદરા પોલીસ પહોંચી હતી અને બંને કારચાલકને કડોદરા પોલીસ મથકે લઈ આવી હતી. ટ્રક ચાલકના ફરિયાદના આધારે કડોદરા પોલીસે વિજય તતપરા અને રાહુલ ડાંગર વિરુદ્ધ દારૂ પી ગાડી ચલાવી અકસ્માત સર્જી જાહેરમાં મારમારી કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...