ઠગાઈ:સુરતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી, પત્નીની પ્રસુતિના નામે એક લાખ લઈને નાસી ગયો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવરે રૂપિયા આપવાની જગ્યાએ ધમકી આપી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
ડ્રાઈવરે રૂપિયા આપવાની જગ્યાએ ધમકી આપી હતી.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ટ્રાન્સપોર્ટરે ચાર વર્ષ પહેલાના બનાવની ઠગાઈ તથા ચોરીની ફરિયાદ નોંધાવી

ડુંભાલ ટ્રાન્સપોર્ટનગરમાં આવેલ ટ્રાન્સપોર્ટના માલીક પાસેથી ડ્રાઈવરે પત્નીની પ્રસુતિ હોવાનું કહી ઍક લાખ ઉછીના લીધા બાદ રાજસ્થાનની બે ટ્રીપ માર્યા બાદ રફુચક્કર થઈ ગયો હતો. ડ્રાઈવરે શેઠને એક લાખનો ચુનો ચોપડવાની સાથે ટ્રકમાંથી ટાયર, ટોપી અને ડીઝલ પણ વેચી માર્યુ હતું. ચાર વર્ષ પહેલા બનેલા બનાવ અંગે ટ્રાન્સપોર્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

લખાણ આપીને રૂપિયા લીધેલા
પુણા પોલીસના જણાવ્યા મુજબ અડાજણ પાટીયા ક્રિષ્ના નગર ખાતે રહેતા શંકરલાલ માંગીલાલ શર્મા (ઉ.વ.67) ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે. ડુંભાલ ટ્રાન્સપોર્ટ નગર ખાતે ગોડાઉન ધરાવે છે. શંકરલાલના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે રાકેસસિંહ કિશનસિંહ રાવત (ઉ.વ.28.રહે, સુરજપુરા લોટીયાના બ્યાવર રાજસ્થાન)એ ગત તા. 13 જુન 2016ના રોજ પત્નીને ડિલેવરી હોવાનું કહી એક લાખ ઉછીના લીધા હતા અને તેની સામે લખાણ પણ લખી આપ્યું હતું. ત્યારબાદ રાકેશસિંહ રાજસ્થાનની બે ટ્રીપ મારી હતી.

ટ્રકમાંથી ચોરી પણ કરી હતી
ગત તા. 2 સપ્ટેમ્બર 2016ના રોજ ગોડાઉનમાં ટ્રક પાર્ક કરી ભાગી ગયો હતો. શંકરલાલે ટ્રક ચેક કરતા ટ્રકમાંથી સ્પેટની ટાયર જેની કિંમત રૂપિયા 5 હજાર, એક પ્રેશર જેક જેની કિંમત રૂપિયા 2 હજાર, વ્હિલ ટોમી તેની કિંમત રૂપિયા 1 હજાર અને 20 હજારનું ડીઝલ ગાયબ હતુ. જેથી શંકરલાલે ફોન કરી પુછતા રાકેશસિંહે ડીઝલ રાજસ્થાનમાં વેચી નાંખ્યું છે અને ઉછીના આપેલા એક લાખ ભૂલી જવાની સાથે તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી કુલ રૂપિયા 1.28 લાખના મતાની છેતરપિંડી કરી હતી. ચાર વર્ષ પહેલા બનેલા બનાવ અંગે શંકરલાલે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.