રામ મંદિર માટે દાન:રામ મંદિર માટે સુરતથી 18 કરોડના દાનની જાહેરાત થઇ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
44 દિવસમાં 18 કરોડ પરિવારોને રામલલ્લાના કામ સાથે જોડાશે. - Divya Bhaskar
44 દિવસમાં 18 કરોડ પરિવારોને રામલલ્લાના કામ સાથે જોડાશે.
  • 44 દિવસમાં 18 કરોડ પરિવારોનો જનસંપર્ક થશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, ભગવાન શ્રીરામ લલ્લાની પાવનભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ માટે સહયોગ અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત ‘નિધિ સમર્પણ સમિતિ’ દક્ષિણ ગુજરાતના પ્રાંત કાર્યાલયનું સુરત ખાતે ઉદ્ધાટન કરાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતથી 18 કરોડના દાનની જાહેરાત કરાઈ છે.

મંદિર નિર્માણ માટે સુરતથી સૌથી વધુ રકમ એકત્ર થાય એવા પ્રયત્નો કરાશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય રામ જન્મભૂમિના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનો છે. આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થઈ 27 ફેબ્રુઆરી, એટલે 44 દિવસ સુધી ચાલશે. આ જનસંપર્ક અભિયાન થકી લોકો પાસેથી મળનારી સહયોગ રાશિ એકત્ર કરાશે.

અન્ય સમાચારો પણ છે...