તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:જહાંગીરપુરામાં ફરજ પર જતા તબીબને પોલીસે 2 લાફા ઝીંક્યા

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉપરી પોલીસ અધિકારી વચ્ચે પડતા પોલીસ કર્મીએ માફી માંગી લીધી
 • આરોગ્ય કેન્દ્રમાં નોકરીએ જતી વેળા આઇકાર્ડ બતાવવા છતાં માથાકૂટ

સોમવારે સવારે જહાંગીરપુરા બ્રિજ પાસે આરોગ્ય કેન્દ્ર પર ફરજ પર જઇ રહેલા એક ડોકટરને અટકાવી પોલીસ કોન્સટેબલે બે તમાચા ઝીંકી દેતાં ધમાચકડી મચી ગઇ હતી. સરકારી હોસ્પિટલના જ ડોકટર હોઇ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પરંતુ આખરે તમાચો મારનાર પોલીસે માફી માંગી લેતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
પોલીસના વર્તનથી નોકરીએ જતા અન્ય સરકારી કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે
બન્યું એવું હતું કે રાંદેર વિસ્તારમાં રહેતા ડોકટર શહેરથી 40 કિ.મી દૂર જિલ્લાના એક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે.  નિયતક્રમ મુજબ સોમવારે સવારે તેઓ ઘરેથી કારમાં નોકરીએ જવા નિકળ્યા હતા. કાર ઉપર ઓન ડ્યુટી કોવિડ-19 સ્ટીકર લગાડેલું હતું. દરમ્યાન જહાંગીરપુરા બ્રિજ પાસે પોલીસે તેમની ગાડી અટકાવી હતી. તેમણે પોલીસને ડોકટર હોવાનું કહી નોકરી પર જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ ફરજ પર હાજર પોલીસે ગાડી ઉપર ઓનડ્યુટીના સ્ટીકર લગાડીને બીજા ઘણા લોકો ફરી રહ્યા છે એમ કહીને માથાકૂટ કરી બે તમાચા ડોકટરને મારી દીધા હતા. જેથી મામલો ગરમાયો હતો. ડોકટર પાસે આઇકાર્ડ પણ હોઇ ખોટી રીતે  મારતાં તેઓ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. જો કે ઉપરી પોલીસ અધિકારીઓ વચ્ચે પડતાં આખરે પોલીસકર્મીએ માફી માંગી હતી. જેથી સમાધાન થઇ જતાં પોલીસ ફરિયાદ કરવાનું ડોકટરે ટાળ્યું હતું. પરંતુ આ રીતે પોલીસના વર્તનથી નોકરીએ જતા અન્ય સરકારી કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ખોટી રીતે હેરાન કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો