પોલિટિકલ:બેનરમાં મહિલા કોર્પોરેટરનો ફોટો ન દેખાતા જૂથવાદની ચર્ચા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંદેરમાં તંદુરસ્ત બાળ સ્પર્ધા કાર્યક્રમ હતો

પાલિકાના વોર્ડ નંબર-9(રાંદેર -જહાંગીરાબાદ-પાલનપુર)માં બાળ સ્પર્ધા અને સેનેટરી નેપકીન વિતરણ કાર્યક્રમ માટે જે બેનર લગાવાયા હતા તેમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર નેન્સી શાહનો ફોટો અને નામ ગાયબ હતું. બેનર પર 3 કોર્પોરેટરના ફોટા હતા.વોર્ડ પ્રમુખ અને મહિલા કોર્પોરેટર નેન્સી શાહ વચ્ચે અણબનાવની ચર્ચાએ જોર પકડ્યું હતું,નેન્સી શાહે બેનર વિશે તેમને માહિતી ન હોવાનું જણાવ્યું હતું, વોર્ડ પ્રમુખ નટવર ટેલરે જણાવ્યું કે નેન્સી શાહ નવસારી લોકસભામાં કાર્ય કરતા હોઇ તેમનો ફોટો બેનરમાં લગાવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...