તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Diamond Worker Working Four Days Ago In Surat's Varachha Choksi Bazaar Stole A Diamond By Making A Duplicate Office Key.

કારીગરે કળા કરી:સુરતના વરાછા ચોકસી બજારમાં ચાર દિવસ અગાઉ કામે લાગેલા રત્નકલાકારે ઓફિસની ડુપ્લિકેટ ચાવી બનાવી હીરાની ચોરી કરી

સુરત3 મહિનો પહેલા
વિશ્વાસ સંપાદન કરીને ચોરી કર્યા બાદ રત્નકલાકાર નાસી ગયો હતો.
  • હીરાનું પડીકું લઈને ફરાર થઈ ગયેલો રત્નકલાકાર CCTVમાં કેદ થયો

વરાછા ચોકસી બજારમાં આવેલી સહજાનંદ હેડ ઓફિસમાં ચાર દિવસ અગાઉ કામે લાગેલો રત્ન કલાકાર હીરાનું પડીકું લઈ છૂમંતર થયો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ કરી છે. તેમાં રત્ન કલાકાર ઓફીસમાં પ્રવેશીને હીરાના પડીકા શોધવાનું શરૂ કરે છે. હીરાના પડીકા હાથમાં લેતાંની સાથે જ તે ઓફિસ બંધ કરીને ફરાર થઈ જાય છે. રત્ન કલાકાર સતત ડરીને આસપાસ જોતા જોતા ચોરી કરે છે. જો કે ઓફિસમાં કોઈ ન હોવાથી તેને ચોરી કરવામાં સફળતા મળે છે.

ચોરી કર્યા બાદ આરોપી તેના ઘરે પણ મળ્યો નહોતો.
ચોરી કર્યા બાદ આરોપી તેના ઘરે પણ મળ્યો નહોતો.

ઘટના CCTVમાં કેદ
સહજાનંદ ટ્રેડ ઓફિસમાં ચાર દિવસ પહેલા જ કામ કરવા માટે જોડાયો હતો. જાણે ચોરીનું કામ કરવા માટે જોડાયો હોય તે રીતે હાથ સાફ કરીને નાસી છૂટ્યો છે. માત્ર ચાર દિવસમાં જ તેણે ઓફિસની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી અને રાત્રીના સમયે કોઈને જાણ ન થાય તે રીતે ઓફિસ ખોલીને અંદર પ્રવેશી ગયો હતો. સહજાનંદ ટ્રેડ ઓફિસના સંચાલકોને હીરા ગાયબ થયા હોવાની શંકા જતા તેમણે તપાસ કરી હતી ત્યારબાદ તેમણે હીરા ચોરાયા હોવાની જાણ થતા CCTV ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં નવા કામ પર આવેલા રત્ન કલાકારે હાથ સાફ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે નિવેદનો લીધા
વરાછા પોલીસે સહજાનંદ ટ્રેડ ઓફીસ ના માલિક પાસેથી ચાર દિવસ અગાઉ જોડાયેલા રત્ન કલાકારોની તમામ વિગતો મેળવી લીધી છે. તેમ જ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા છે. CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે તેના રહેણાક સરનામાના ઉપર પણ જઈને તપાસ કરી છે પરંતુ પ્રાથમિક માહિતી મુજબ તે શહેર છોડીને બહાર ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.