ધરપકડ:કતારગામના કારખાનામાંથી હીરા ચોરનારો કર્મી પકડાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિનવારસી હીરાનું પેકેટ મળતાં ભેદ ઉકેલાયો

કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી રત્નકલાકારે 15 દિવસમાં બે લાખ રૂપિયાના હીરા ચોરી કર્યા હતા. કારખાનાની બહાર હીરાનું એક બીનવારસી પેકેટ મળ્યું હતું તેનાથી ખબર પડી કે રત્ન કલાકારે ચોરી કરી છે. કતારગામમાં આશ્રમ પાસે ચિન્તન ઇમ્પેક્સ નામથી હીરાનું કારખાનું આવેલું છે. કારખાનામાં મિશાલ પટેલ (રહે.ભીમકચ્છી શેરી, નાનપુરા) છેલ્લા 11 વર્ષની નોકરી કરે છે. છેલ્લા કેટલાક દિવસથી કારખાનામાં હીરામાં ઘટ આવતી હતી.

તમામને મિશાલ પર શંકા હતી પરંતુ કોઈ તેને બોલતું ન હતું. દરમિયાન બે દિવસ પહેલા કારખાનાની બહારથી એક હીરાનું બીનવારસી પેકેટ મળ્યું હતું. તેમાંથી હીરા મળી આવ્યા હતા.કારખાનાના સીસી કેમેરાના ફૂટેજ ચેક કરતા મિશાલના શર્ટમાંથી તે પેકેટ પડતા દેખાયું હતું. તેથી મિશાલની પુછપરછ કરતા મિશાલે સ્વીકારી લીધું હતું કે તે રોજ હીરા ચોરી કરીને લઈ જતો હતો. તેણે 15 દિવસમાં બે લાખ રૂપિયાની કિંમતના 200 હીરા ચોરી કર્યા હતા. હીરા કારખાનાના મેનેજરે મિશાલ વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...