ખેડૂતોમાં રોષ:ગૌરવપથમાં ડ્રેનેજ ઉંચી બનાવાતા ખેડૂતોને અઢી કિ.મી.નો ચકરાવો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુડાએ ગૌરવ પથ રોડ પર 2 ફૂટ ઉંચી ગટરો બનાવી દેતા ખેડૂતોને હાલાકી. - Divya Bhaskar
સુડાએ ગૌરવ પથ રોડ પર 2 ફૂટ ઉંચી ગટરો બનાવી દેતા ખેડૂતોને હાલાકી.
  • વણકલા, ઓખા, વિહલ ગામે ફૂટપાથ બે ફૂટ ઉંચા બનાવાયા

પાલિકામાં નવા સમાવિષ્ટ ગામો માંથી પસાર થતાં આઉટર રિંગરોડ માં ટી.પી.30 વણકલા, ઓખા, વિહલ ગામને લાગુ 100 ફુટના ગૌરવ પથને સુડા દ્વારા સાકાર કરાયો હતો. આ મહત્ત્વના રોડ માટે સ્થાનિક ખેડૂતોએ પોતાની જમીનો પણ આપી છે પરંતુ રસ્તા કિનારે 2 ફૂટ ઉંચાઇમાં ડ્રેનેજ લાઇન-ફુટપાથ બનાવાઈ છે. જે ખેડૂતોને માટે મુસીબતરૂપ સાબિત થઈ રહી છે. સ્થાનિક ખેડૂતો પોતાના જ ખેતરમાં સાધનો લઈને જઈ શક્તાં નથી. 2.5 કિ.મી. સુધી રસ્તાનાં બંને તરફ ડ્રેનેજ-ફૂટપાથ નડતરરૂપ હોય ખેડૂતોને પારાવાર પરેશાની થઈ રહી છે. સુડાની ગૌરવ પથ માટેની આવી ડિઝાઈન સામે ખેડૂતોમાં રોષ છે.

સુડાએ ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનથી હજીરા, જહાંગીરપુરાના રીંગ રોડને જોડતા 2.5 કિલોમીટર નો રસ્તો બનાવ્યો છે. તેમાં 2.2 કિ.મી. રસ્તા માટે ખેડૂતોએ પોતાની જમીનો આપી છે. આ જમીનોના કબ્જો મળતાં રસ્તો બની શક્યો છે ત્યારે નડતરરૂપ ડ્રેનેજ-ફૂટપાથ બનાવ્યાં છે તેને દૂર કરવા જોઈએ. તેમજ પાલિકાની જગ્યામાંથી પસાર થતો રસ્તો હજુ સુધી બન્યો નથી. સમયસર આ રસ્તો અવરજવર માટે શરૂ થઈ શકે તેમ સ્થાનિક ખેડૂત જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...