સુરત જિલ્લાની ગ્રામ પંચાયતોના વહીવટ માટે મહત્વની ભુમિકા જેની રહેલી છે તે તલાટી કમ મંત્રીઓની ઘટના કારણે વિકાસના કામોને સીધી અસર પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. મંજૂર મહેકમ સામે 110 તલાટી કમ મંત્રીઓની જગ્યાઓ ખાલી પડી હોવાથી તલાટી પર વર્ક લોડ વધી ગયો છે.
સુરત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના વિભાગમાં કારકૂન, ડ્રાઇવર, જુનિયર આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, અધિક મદદનીશ ઇજનેર સહિતની અનેક જગ્યાઓ ખાલી છે. આ ભરતી નહીં કરવામાં આવતી વહીવટી કામોને અસર થઇ રહી છે. એટલુંજ નહીં ગામોના વિકાસમાં મહત્વની જવાબદારી જેના સીરે છે. તેવા તલાટી કમ મંત્રીની જગ્યા પણ ખાલી હોવાથી ઘણા ગામોમાં વિકાસના કાર્ય મંદ ગતિએ ચાલી રહ્યું છે. સુરત જિલ્લાના 547 ગ્રામ પંચાયતો આવેલી છે. જેના માટે કુલ 419 તલાટી કમ મંત્રીનું મહેકમ જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષો પહેલા નક્કી થયેલા આ મહેકમમાં સરકારે કોઇ વધારો તો નથી કર્યો પણ ભરતી જ નહીં કરતા 110 તલાટી કમ મંત્રીની ઘટ છે. એટલે 309 તલાટીઓનું મહેકમ ભરાયેલું છે. ઘટના કારણે હાલમાં એક તલાટીને ત્રણ થી ચાર ગામોનો ચાર્જ સોંપવામાં આવી રહ્યું છે. જેના કારણે તલાટી એક ગામમાં અઠવાડીયમાં એક કે બે દિવસ જ આવી શકે છે. તલાટી નહીં હોવાના કારણે ગામવાસીઓને અને વિકાસના કામોમાં અસર પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.