સુરતમાં પણ તવાઈ:લાઇસન્સ વિના ચાલતી નોનવેજની લારી મુદ્દે સોમવારે નિર્ણય લેવાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણનીતિ નક્કી કરવા પાલિકાના શાસક પક્ષે ચર્ચા શરૂ કરી

રાજકોટ, વડોદરા, જુનાગઢ અને અમદાવાદના નિર્ણય બાદ સુરતમાં પણ ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવા જરૂરી ચર્ચાઓ શાસક પક્ષના હોદ્દેદારોમાં શરૂ થઇ છે. સોમવારે પાલિકા કમિશનર અને આરોગ્ય અધિકારીઓને સાથે રાખી ચોક્કસ નિર્ણય લેવામાં આવશે તેવું શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

રાજ્યના મહાનગરોએ જાહેર રસ્તા પરથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં પણ જાહેરમાં તેમજ લાયસન્સ વગર જ ઠેરઠેર શરૂ થઇ ગયેલી નોનવેજની લારીઓ સહિતના દબાણ કરતાં સ્ટોલ હટાવવા નિર્ણય લેવાયો છે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂ કરેલી કવાયત અંગે લારીઓના દબાણથી હેરાન થતાં લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે ત્યારે સ્વાદ શોખીનોથી ઓળખાતા સુરત શહેરમાં પણ ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી ઇંડાની લારીઓ તથા નોનવેજની હાટડીઓ દૂર કરવામાં આવે તેવી કવાયત શરૂ થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સુરત પાલિકામાં શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, જાહેરમાં દબાણ કરતી નોનવેજની લારીઓ અંગે રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં જે રીતે નિર્ણય લેવાયા છે તે અંગે સુરત પાલિકાએ પણ વિવિધ બેઠકોમાં ચર્ચા કરી છે.

અન્ય સમાચારો પણ છે...