તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટીની છેલ્લા સેમની પરીક્ષા ઓફલાઇન લેવા અંગે સોમવારે નિર્ણય લેવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકેડેમિક કાઉન્સિલમાં દરખાસ્ત મુકાઇ

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમની પરીક્ષા ઓફલાઇન લેવી કે નહીં? તેનો નિર્ણય પાંચમી જુલાઇની એકેડેમિક કાઉન્સિલમાં લેવાશે. શિક્ષણ વિભાગના પરિપત્રનું પાલન કરી યુનિવર્સિટીએ અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવાનો નિર્ણય કર્યો હતો.

જે પછી એબીવીપી, એનએસયુઆઇ સહિતના વિદ્યાર્થીઓ સંગઠનના અલગ અલગ ગ્રુપોએ વિરોધ કરી ઓનલાઇન લેવા માટેની માંગ કુલપતિ ડો.કે.એન.ચાવડાને કરી હતી. જે પછી આ રજૂઆતને એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાં મૂકાય છે. તે સાથે જ એલએલબીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવી કે પછી નહીં અને પીએચડીમાં પ્રિ-થિસિસ પ્રેઝન્ટેશન જે તે વિષયની રિસર્ચ એડવાઇઝરી કમિટી સમક્ષ કરવું કે કેમ? બાબત પર પણ ચર્ચા થશે.

પરીક્ષા પહેલા વાંચવાની રજા આપોઃ વિદ્યાર્થીઓ
યુનિ.ના અંડર ગ્રેજ્યુએટના છઠ્ઠા સેમના અને પોસ્ટ ગ્રેજ્યુએટના ચોથા સેમના વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદન પત્ર પાઠવીને ઓફલાઇન પરીક્ષામાં વાંચવા માટે રજા આપવાની માંગ કરી છે. યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા સળંગ લઇ રહી છે. જેથી એક પરીક્ષા પછી બીજી પરીક્ષામાં રજા આપવામાં આવે એવી માંગ વિદ્યાર્થીઓએ કરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...