તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપનાનું વાવેતર:સુરતની દિવ્યાંગ મહિલાએ 10 હજાર રૂપિયા ઉધાર લઈ જમીનને ઉપજાઉ બનાવી, આજે વાર્ષિક ટર્નઓવર 22 લાખ છે

સુરત8 દિવસ પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
સુરતના દિવ્યાંગ લતાબહેન પટેલની તસવીર - Divya Bhaskar
સુરતના દિવ્યાંગ લતાબહેન પટેલની તસવીર
  • પતિના અવસાન, સતત ત્રણ વર્ષ ખેતીમાં નિષ્ફળતા છતાં હિંમત હાર્યા નહીં
  • આસપાસના 100થી વધુ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ શીખવાડીને સહકારી મંડળી બનાવી

લતાબેન પટેલ એક એવી મહિલા છે જેણે શારીરિક અંતરાયો હોવા છતાં પણ મક્કમ નિર્ધાર અને ધગશ થકી સફળતા મેળવી છે એટલું જ નહીં અનેક લોકો માટે આજે ઉદાહરરૂપ બન્યાં છે. સુરતના ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના વતની લતાબેન પટેલ દિવ્યાંગ છે. એકમાત્ર સંતાન હોવાથી તેમને પરિવારના વારસાની 20 વીઘા વેરાન જમીન મળી હતી. આ બિનઉપજાઉ જમીનમાં અત્યાર સુધી કશું જ પાકતું નહોતું. લતાબેને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક ખેતીની ટ્રેનિંગ લીધી અને 10 હજાર રૂપિયા ઉછીને લઈને ખેતી કરવાની શરૂઆત કરી.

સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી હોવા છતાં લતાબેન હિંમત હાર્યા નહોતા. ખેતી શરૂ કર્યાના બે વર્ષ પછી તો તેમના પતિનું નિધન થયું હતું. આકરી મહેનત અને ધગશના કારણે અંતે તેમને સફળતા મળવા લાગી. એક પગમાં તકલીફ હોવા છતાં તેઓ હિંમત હાર્યા નહોતાં. લતાબેને ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું હતું. અત્યારે તેઓ વર્ષે 22 લાખ સુધીનો પાક લે છે. અને હવે તેઓ 100થી વધુ ખેડૂતોને સાંકળીને સહકારી મંડળીની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. તેમણે એક ગાયથી શરૂઆત કરી હતી. આજે તેમની પાસે 15થી વધુ ગાયો છે. ખાતર બનાવવા માટે તેમણે ગાયો રાખવાનું શરૂ કર્યું હતું.

હવે અન્ય ખેડૂતોની સાથે મળીને ઓર્ગેનિક ફૂડની બ્રાન્ડ બનાવવાનું સપનું
ખેતીમાં સફળતા મળ્યા બાદ લતાબેને હવે આસપાસના ખેડૂતોની સાથે મળીને પોતાની ઓર્ગેનિક ફૂડ બ્રાન્ડ બનાવવાની તૈયારી કરી છે. તેમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સામેલ કરવામાં આવશે. એટલું જ નહીં અહીં પાકતા શાકભાજી, ફળો તથા અનાજને પેક કરવા માટે પેકેજિંગ અને એસેમ્બલી લાઇન પણ શરૂ કરવાની તેમની યોજના છે. અહીં પાકતી ચીજવસ્તુઓને સુરત, વડોદરા અને અમદાવાદ મોકલવામાં આવશે.

200માં 1 લાખનો પાક તૈયાર કરે છે
લતાબેનને એક વીઘા જમીનમાં ખાતર, જંતુનાશક બનાવવા માટે અંદાજે 200 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેઓ ગૌમૂત્ર, છાસ, આદુ તથા અન્ય સામગ્રીની મદદથી ખાતર બનાવે છે. વીઘાદીઠ અંદાજે 200 રૂપિયાના ખર્ચમાંથી તેઓ આશરે 1 લાખનો પાક લે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો