ક્રાઇમ:નાના વરાછામાં વેપારીના આપઘાત કેસમાં 6 જણા સામે દુષ્પ્રેરણાનો ગુનો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2ની ધરપકડ, 55.76 લાખની રકમ લેવાની નીકળતી હતી

નાના વરાછામાં અઠવાડિયા પહેલા મેગા સ્ટોર ચલાવતા વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં વેપારીએ 8 પાનાની સ્યુસાઇડનોટ લખી હતી જેમાં 6 વ્યકિતઓ પાસેથી 55.76 લાખની રકમ લેવાની બાકી નીકળે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. 6 જણા રૂપિયા આપતા ન હોવાને કારણે વેપારી આર્થિક ભીંસમાં આવી જતા આપઘાત કરી લીધો હતો.

આ કેસમાં વેપારીના પિતા કાળુભાઈ દેસાઈએ ફરિયાદ આપી છે. જેના આધારે કાપોદ્રા પોલીસે પાદરીયા પ્રદીપ ઘનશ્યામ, પંડયા ચિરાગ(બાપુ) હર્ષદભાઈ, રાજાણી અશોક ગોવિંદ, કાબરીયા બ્રીજેશ, ગોરસીયા રાજુ ધીરૂ અને પ્રદીપ ડાભી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હાલ 6 આરોપીઓ પૈકી પોલીસે પાદરીયા પ્રદીપ ઘનશ્યામ (રહે, હરીપુરાગામ,અમરેલી,લાઠી) અને પંડયા ચિરાગ (બાપુ)હર્ષદ (રહે,ગારીયાધાર,ભાવનગર)ને પકડી પાડી ધરપકડની તજવીજ કરી છે. વધુમાં મરણજનાર કલ્પેશ કાળુ દેસાઈ(25)એ 26મી તારીખે આપઘાત કરી લીધો હતો. 8 પાનાની સ્યુસાઇડનોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ લોકો રૂપિયા આપી દે તે ક્રેડિટકાર્ડમાં ભરી દેવા, જેથી સંબધીઓને કોઈ હેરાન ન કરે, મૃતક કલ્પેશ દેસાઈએ પ્રદીપ પાદરીયાને 4.20 લાખ, ચિરાગ પંડયાને 3.20 લાખ, અશોક રાજાણીને 22.50 લાખ, રાજુ ગોરસીયાને 24.81 તેમજ પ્રદીપ ડાભીને 60 હજાર ઉછીના આપેલા હતા.

છેલ્લા ઘણા સમયથી પૈસા આપતા ન હોવાને કારણે વેપારી ટેન્સનમાં રહેતો હતો. સ્યુસાઇડનોટમાં એવો પણ ઉલ્લેખ છે કે આ લોકો ના પાડે તો તેનું વોટસએપ રેકોડિગ પણ છે. વધુમાં વેપારીએ રાજુ ગોરસીયાને 24.81 લાખની રકમ મકાન પર લોન લઈને આપ્યા હતા. જયારે 22.50 લાખની રકમ માટે રાજાણી અશોક જમીન વેચાય પછી રૂપિયા આપવાના વાયદાઓ કરતો હતો. આમ આરોપીઓએ મૃતક વેપારીને યેનકન પ્રકારે નાણાં આપવામાં વાયદાઓ કર્યા હતા. આખરે વેપારી એ કંટાળીને આપઘાત કરી લેવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...