• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Couple And Two Trapped On The Seventh Floor Of An Apartment In Sarthana, Surat, After The Door Of The Flat Was Locked.

પરિવારનું રેસ્ક્યુ:સુરતના સરથાણામાં એપાર્ટમેન્ટના સાતમા માળે ફ્લેટનો દરવાજો લોક થતા ફસાયેલા દંપતી અને બે બાળકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

18 દિવસ પહેલા
હરે ક્રિષ્ના રેસીડેન્સીમાં સાતમા માળે ફસાયેલા દંપતી અને સંતાનોને હેમખેમ બહાર કાઢ્યા.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વ્રજ ચોક પાસે હરેકૃષ્ણ રેસીડેન્સીમાં સાતમા માળે ફ્લેટનો દરવાજો લોક થતા પરિવાર ફસાઈ ગયું હતું. જેથી ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. સાતમા માળે ફસાયેલા પતિ-પત્ની અને તેમના બે બાળકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા. ફાયર વિભાગે અડધો કલાકની જહેમત બાદ પરિવારને સહી સલામત તેમને ઉપરના માળે લઈ આવ્યા હતા.

એકાએક બેડરૂમનો દરવાજો લોક થઈ ગયો
હરેકૃષ્ણ રેસીડેન્સીમાં સાતમા માળે દંપતી અને તેના બાળકો બેડરૂમમાં હતા. બપોરના સમયે બેડરૂમમાં માતા-પિતા અને બાળકો આરામ કરી રહ્યા હતા. દરમિયાન એકાએક બેડરૂમનો દરવાજો લોક થઈ ગયો હતો અને તેનું હેન્ડલ પણ તૂટી ગયું હતું. જેને કારણે તેઓ બેડરૂમમાંથી બહાર નીકળી શકે તેમ ન હતા અને બીજી તરફ ફ્લેટના ડોરને પણ લોક કર્યો હતો. ખૂબ પ્રયત્ન કર્યા બાદ પણ ડોર ન ખુલતા આખરે દંપતીએ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરી હતી.

માતા પિતા અને બે સંતાનોને 7મા માળેથી રેસ્ક્યુ કર્યા
​​​​​​​
ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો દરવાજા તોડીને અંદર જવું પડે તેવી સ્થિતિ હતી. તેને બદલે ફાયર વિભાગે આઠમાં માળ ઉપર જઈને ગ્રીલવાળી વિન્ડોને ખોલી સાતમા માળે બેડરૂમમાં પ્રવેશી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી. દરવાજા તોડ્યા વગર જ તેઓ બેડરૂમમાં પ્રવેશીને બાળકો અને દંપતીને હેમખેમ બહાર કાઢી લાવ્યા હતા.

દરવાજો તોડ્યા વગર ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો
​​​​​​​
ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું કે અમને કોલ મળતાની સાથે જ હરેકૃષ્ણ રેસીડેન્સી ખાતે અમે પહોંચી ગયા હતા. સામાન્ય સંજોગોમાં અમે દરવાજો તોડીને જો કોઈ ફસી ગયેલા વ્યક્તિઓ હોય તેને બહાર કાઢી લેતા હોય છે પરંતુ આ કિસ્સામાં તેઓ બેડરૂમમાં હતા. બેડરૂમનો લોક બંધ થઈ ગયું હતું તેની ચાવી આગળના રૂમમાં પડી હતી અને જે ફ્લેટનો મેન દરવાજો હતો તે પણ લોક હતો. ઉપરના માળે જઈને જોયા બાદ અમને ખ્યાલ આવ્યો કે ગ્રીલ જે વિન્ડોની છે તે આસાનીથી ખુલી શકે તેમ છે માટે દરવાજો તોડવાને બદલે ગ્રીલ વડે જ બે બાળકો અને માતા પિતાને આઠમાં માળે લઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...