તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પુણામાં બ્રાન્ડેડના નામે નકલી ચૂનો વેચનાર ઝડપાયો

સુરત2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પુણામાં બ્રાંડેડ ચુનાના નામથી નકલી ચુનો વેચનારને ઝડપીને તેની પાસેથી 66200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરાયો છે.અમદાવાદના હિરેન મુકેશ પટેલની કંપની ખાવાના ચુનાનું પાર્સલ બનાવે છે . તેમને માહિતી મળી કે પુણા ખાતે વિજય વાલજી ફીણવીયા(નાના વરાછા) સિદ્ધાંત નકલી ચુનાનું પાર્સલ બનાવીને વેચાણ કરે છે.

તેથી હિરેન પટેલે પોતાનો સ્ટાફ તેમજ પુણા પોલીસને સાથે રાખીને ગીતાનગરમાં તપાસ કરતા આરોપી વિજય ફિણવીયા મળી આવ્યો હતો. ત્યાંથી કંપનીના નામે નકલી ચુનાના પાઉચ,પ્રિંટિંગ પેકેજિંગ રોલ,ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન સહિત 66200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હિરેન પટેલે વિજય વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો