તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલનું ગોડાઉન ઝડપાયું

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોડાઉન માંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા મળી આવ્યા હતા. - Divya Bhaskar
ગોડાઉન માંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા મળી આવ્યા હતા.
 • બેની ધરપકડ, ગાડી સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે

કાપોદ્રામાં પોલીસે દરોડો પાડી વેસ્ટેજ ઓઇલને ડબ્બામાં પેક કરી બ્રાન્ડેડ કંપનીના નામ અને લોગો સાથે નકલી એન્જીન ઓઇલનુ ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કાર સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે. કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, પીએસઆઈ ડી. કે. ચોસલાને માહિતી મળી હતી કે, લક્ષ્મણ નગર રોડ પર ઠાકોરદ્વાર સોસાયટીના એક મકાનમાં કેટલાક લોકો બ્રાન્ડેડ કંપનીના નામે નકલી એન્જીન ઓઇલ બનાવીને વેચે છે.

માહિતીના આધારે પોલીસે રવિવારે ત્યાં દરોડો પાડ્યો હતો. દરોડામાં આરોપીઓ યોગેશ બાવયંદ વસાળે( રહે. ધરમ નગર, એકે રોડ. મૂળ રહે. નાઝપુર, તાલુકો કુકાવાવ, અમરેલી) અને અમિત પ્રભુદાસ વાગડિયા( રહે. કુમકુમ રેસીડેન્સી, કામરેજ, મૂળ રહે.રાનીપરજ, ભેસાણ, જુનાગઢ)ને પકડી પાડ્યો હતો. ગોડાઉન માંથી પોલીસે નકલી ઓઈલના 56 ડબ્બા, ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, લોગો, પેકિંગ અને સીલિંગનું મશીન તેમજ કાર મળી 6.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ સામાન્ય અને વેસ્ટેજ ઓઈલને ડબ્બામાં પેક કરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને ઉંચા ભાવે વેચતા હતા. આરોપી યોગેશ છેલ્લા ચાર વર્ષથી આ ગોરખ ધંધો કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો