તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયા જોવે એ પહેલા માતા ગુમાવી:સુરતમાં કોરોનાગ્રસ્ત માતાએ બાળકને જન્મ આપ્યો તેના ચાર કલાકમાં જ મોત નીપજ્યું

સુરત3 મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
28 વર્ષની કોરોના પોઝિટિવ રુચિ પંચાલને શ્વાસની તકલીફ હોવાથી સિઝેરિયન કરાયુ હતું. બાળકના જન્મ બાદ માતા મૃત્યુ પામી હતી. - Divya Bhaskar
28 વર્ષની કોરોના પોઝિટિવ રુચિ પંચાલને શ્વાસની તકલીફ હોવાથી સિઝેરિયન કરાયુ હતું. બાળકના જન્મ બાદ માતા મૃત્યુ પામી હતી.

માંગરોળની કોરોના પોઝિટિવ સગર્ભા અધૂરા માસે બાળકને જન્મ આપી 4 કલાક બાદ મૃત્યુ પામી હતી. પ્રસૂતા પોતાના બાળકનું મોઢું જોયા વગર દુનિયા છોડી દેતાં હોસ્પિટલ સ્ટાફની આંખો ભીંજાઈ ગઈ હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી ફેફસાંમાં તકલીફ હોવાથી તબીબો તેને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. સિવિલના ડો.સુજીત ચૌધરીએ કહ્યુ હતું કે,‘મેં અનેક કેસ જોયા છે પણ આ બાળકની સ્થિતિ જોઇ આંખોમાં આંસુ આવી ગયા હતાં.’

એક મહિના પછી એક્ટિવ કેસ ઘટીને 10 હજાર નીચે નોંધાયા
શહેર જિલ્લામાં 28 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 હજારથી નીચે પહોંચી 9500 નોંધાઈ છે. ગત 16 એપ્રિલે એક્ટિવ કેસની સંખ્યા 9907 નોંધાઈ હતી. ત્યારબાદ સતત એક્ટિવ કેસની સંખ્યા 10 હજારથી ઉપર નોંધાઈ હતી. ગુરુવારે શહેરમાં 776 અને જિલ્લામાં 227 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 1003 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુરુવારે શહેરમાં વધુ 08 અને જિલ્લામાં 06 દર્દીઓ મળી 14 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે કુલ મૃતાંક 1935 થઈ ગયો છે. શહેરમાંથી 1529 અને જિલ્લામાંથી 358 મળી 1887 કોરોનાના દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...