સંશોધન:સુરતના કોલેજીયન વિદ્યાર્થીએ કચરો સાફ કરવાની સાથે પોતું લગાવતો રોબોટ પ્રોજેક્ટના ભાગરૂપે બનાવ્યો

સુરતએક વર્ષ પહેલા
વિદ્યાર્થીએ બનાવેલા રોબોટથી કચરાની સફાઈ આગળની બાજુથી કરવામાં આવે છે.
  • 1500 રૂપિયામાં માત્ર 15 દિવસની મહેનતે રોબોટ તૈયાર થયો

કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલના દર્દીઓના વોર્ડમાં સફાઈ કરવા માટે ભારે પ્રશ્ન ઉદભવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ સફાઈ કરતો રોબોટ બનાવ્યો છે. માત્ર 15 દિવસની મહેનત અને 1500 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રોબોટમાં સેન્સર ફિટ કરવામાં આવ્યાં છે. જેથી તેની આડે કોઈ વસ્તુ આવી જાય તો એક ફૂટ દૂર હોય ત્યાં જ રોબોટ પોતાની જાતે વળાંક લઈ શકે છે. રોબોટ દ્વારા આગળની સાઈડથી કચરો સાફ કરવામાં આવે છે. તો પાછળની સાઈડથી પોતું પણ લગાવવામાં આવે છે.

વિદ્યાર્થીએ કહ્યું કે, 15 દિવસમાં આ રોબોટ તૈયાર કર્યો છે.
વિદ્યાર્થીએ કહ્યું કે, 15 દિવસમાં આ રોબોટ તૈયાર કર્યો છે.

વિદ્યાર્થીએ પ્રથમ પ્રોજેક્ટ 12 વર્ષની ઉંમરે બનાવેલો
બાળપણથી વિજ્ઞાનમાં રસ ધરાવતા હર્ષિલ દ્વારા જ્યાં વિજ્ઞાન પ્રદર્શન મેળો હોય ત્યાં જઈ તમામ કૃતિઓ જોઈ તે કૃતિ બનાવતો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે પ્રેરણા મેળવતો હતો. જેથી 12 વર્ષની વયમાં તેણે પ્રથમ પ્રોજેકટ સેન્સર કાર બનાવ્યો હતો. જેમાં ચાલતી રમકડાની કાર સામે કોઈ વસ્તુ આવી જાય તો તે કાર વળાંક લઈ પોતાનો માર્ગ બદલી કાઢતી હતી. ત્યારબાદ સોલાર ઉર્જા અને પાવર બેન્ક પણ બનાવવામાં આવ્યા હતા. તાજેતરમાં ઓટોમેટિક સેન્સર મશીન બનાવ્યું હતું.

મશીનમાં પાછળની બાજુથી પાણીવાળું પોતું પણ મરાય જાય છે.
મશીનમાં પાછળની બાજુથી પાણીવાળું પોતું પણ મરાય જાય છે.

1500ના ખર્ચે રોબોટ બન્યો
માંડવી નગરના કડિયા સોસાયટી વિસ્તારમાં રહેતા અને સુરત ખાતે અભ્યાસ કરતો હર્ષિલ પ્રવિણભાઈ રામપરીયા (ઉ.વ. 19) દ્વારા ઓટોમેટિક ફ્લોર ક્લિનિંગ રોબોટ બનાવવામાં આવ્યું છે.જે રૂ. 1500 ના ખર્ચે પોતાના ઘરે મશીન બનાવવામાં આવ્યું હતું. જેમાં મશીન ચાલુ કરતાં આગળની સાઈડથી કચરું વાળે છે અને પાછળની સાઈડથી પોતું મારે છે. મશીનની આગળ સેન્સર મૂકવામાં આવ્યું છે 1 ફૂટના અંતરે કોઈ પણ જાતની વસ્તુ હશે તો એ આપમેળે રસ્તો બદલી નવો માર્ગ ઉપર ચાલશે.