ક્રાઇમ:પુણાની કોલેજીયન યુવતીને રાત્રિના કોલ કરી અર્ધનગ્ન વીડિયો ઉતારાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનાભાઈને મારી નાખવાની ધમકી આપી વીડિયો ફરતો કર્યો
  • આરોપી હેમાંગ કાતરીયા સહિત મદદગારી કરનાર 4ની ધરપકડ

અગર જો તુ હસતા મોઢે કપડાં નહિ ઉતારે તો હું તારા નાનાભાઈને મારી નાખીશ તેવી ધમકી આપતા કોલેજીયન યુવતી ગભરાય ગઈ હતી અને કપડાં ઉતારી નાખ્યા હતા. મિત્રએ યુવતીનો વીડિયો બનાવી બદનામ કરવાના ઈરાદે વાઇરલ કર્યો હતો. જેના કારણે યુવતીએ પુણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે યુવતીના મિત્ર હેમાંગ સુધીર કાતરીયા(રહે, વિધાતા એપાર્ટમેન્ટ, માતાવાડી), પાર્થ ભવાન હડીયા(રહે, અંબીકા રેસીડન્સી, કામરેજ), ભાર્ગવ હરેશ કલસરીયા(રહે, ઈશ્વરકૃપા સોસા, પુણાગામ) અને મયુર રમેશ વાણીયા(રહે. ડુંગર, રાજુલા, અમરેલી)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. વધુમાં યુવતી અઠવાલાઇન્સની કોલેજમાં અભ્યાસ કરે છે.

કોલેજીયન યુવતી સાથે આરોપી હેમાંગ કાતરીયાની સોશ્યિલ મીડિયા થકી સંપર્કમાં આવી હતી. આરોપી હેમાંગએ પોલીસની પરીક્ષા પાસ કરેલી હોવાની યુવતીને વાત કરી હતી. આથી યુવતી પણ પોલીસની પરીક્ષાની તૈયારી કરતી હોય જેથી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રતામાં આરોપી હેમાંગએ યુવતીને પ્રપોઝલ કરેલ પરંતુ યુવતીએ તેને ના પાડી દીધી હતી. માર્ચ-22માં યુવતી ઘરમાં રાત્રે સૂતી હતી. તે વખતે મોબાઇલ પર વોટ્સએપ પર વીડિયોકોલ આવ્યો હતો અને ત્યારે આરોપી હેમાંગ વીડિયો રેકોર્ડિંગ કરી ફરતો કરવાની ધમકી આપતો હતો. હેમાંગે વાતચીત દરમિયાન યુવતીને નાનાભાઈને મારી નાખવાની ધમકી આપી કપડા ઉતારવા મજબૂર કરી હતી. પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...