• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Collection Of 8,000 Unique Photos, Panchwar Bachchan Found, Said Rishte Main To Hum Tumhare Friend Lagte Hai, Naam Hai Divyesh Kumawat

સુરતમાં BIG Bનો જબરો ફેન:8,000 યુનિક ફોટાઓનું કલેક્શન, કહ્યું- રિશ્તે મેં તો હમ તુમ્હારે ફેન લગતે હૈ, નામ હૈ દિવ્યેશ કુમાવત

સુરત2 મહિનો પહેલા
બોલિવૂડના મહાનાયક BIG Bનો સુરતનો બિગ ફેન દિવ્યેશ કુમાવત.

11 ઓક્ટોમ્બર એટલે બોલિવૂડ જગતના મહાનાયક અને શહેનશાહ અમિતાભ બચ્ચનનો એટલે કે બિગ બીનો જન્મ દિવસ. આ દિવસને BIG Bના ફેન પોતાની રીતે વિશેષ બનાવતા હોય છે. સુરતનો દિવ્યેશ કુમાવત ખૂબ જ મોટો બિગ બીનો ફેન બની રહ્યો છે. 1999થી અત્યાર સુધીમાં તેણે બિગ બીના 8,000 થી વધુ યુનિક ફોટોઓનું કલેક્શન કર્યું છે. તો પાંચ વખત બિગ બીને મળીને પણ આવ્યો છે. મોટી વાત એ છે કે આજના દિવસે બીબીનો આ ફેન વૃક્ષો વાવીને બચ્ચનના જન્મદિવસની દર વર્ષે ઉજવણી કરે છે.

સુરતનો યુવક બિગ બીનો જબરો ફેન
11 ઓક્ટોબર બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ઉર્ફે BIG B તરીકે જેને બિરુદ મળ્યું છે તેનો જન્મદિવસ છે.આ દિવસે BIG Bના કરોડો ચાહકો યુનિક રીતે બનાવે છે. આ બધાની વચ્ચે સુરતના પાંડેસરામાં રહેતો દિવ્યેશ કુમાવત BIG Bનો ખરેખર જબરો ફેન છે.BIG Bના ચાહકોના લિસ્ટમાં અસંખ્ય નામો હશે,પરંતુ કદાચ દિવ્યેશ કુમાવત જેવું કોઈક ભાગ્યે જ જોવા મળી શકે તેમ છે. કારણ કે બચ્ચનના ફેન હોવાની તેની કહાની જાણીને અને તેનું કલેક્શન જાણીને પોતે અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

1999માં શોલે જોઈ બની ગયો BIB Bનો બિગ ફેન
BIG Bના પોતાને બિગ ફેન માનતા દિવ્યેશ કુમાવતે જણાવ્યું હતું કે 1999માં ફર્સ્ટ ટાઈમ મેં બચ્ચન સાહેબની શોલે મુવી જોઈ હતી.ત્યારથી તેમનો બિગ ફેન થઈ ગયો છું. ત્યાર પછી બચ્ચન સાહેબની દરેક કે દરેક મુવી હું ખાસ જોતો હતો. એટલું જ નહીં કેટલાક મુવી તો મેં વારંવાર થિયેટરમાં જઈને જોયા છે.

બિગ બીને જ્યારે મળે છે ત્યારે તેમના ફોટોનું કલેક્શન આપે છે.
બિગ બીને જ્યારે મળે છે ત્યારે તેમના ફોટોનું કલેક્શન આપે છે.

BIG B ના 8,000થી વધુ ફોટાનું કલેક્શન, 11000નો ટાર્ગેટ
દિવ્યેશ કુમાવતે જણાવ્યું હતું કે શોલે મુવી જોયા બાદ બચ્ચન સાબનો ફેન બન્યો અને ત્યાર પછી મે તેમના ફોટો કલેક્શન કરવાનું શરૂ કર્યું હતું. 1999માં BIG Bનો પહેલો ફોટો શોલે મુવીનો કલેક્શન કર્યો હતો.ત્યારબાદ બચ્ચન સાહેબના ફોટો કલેક્શન કરવાનો મને શોખ લાગી ગયો. 1999 થી તેમના નાના પાસપોર્ટ સાઈઝ અને પોકેટ સાઈઝ ફોટા કલેક્શન કરતો હતો. ધીમે ધીમે મેગેઝીનમાં, પેપરમાં, પોસ્ટરમાં જ્યાં પણ બચ્ચન સાહેબના યુનિક દેખાતા ફોટો હતા તે કલેક્શન કરવાનું શરૂ કર્યું હતું.દરેક અલગ અલગ પ્રકારના ફોટો કલેક્શન કર્યા હતા. એક ફોટો કલેક્શન થયો હોય તેવો બીજો રીપીટ ફોટો ક્યારેય કર્યો નથી. આમ 1999 થી અત્યાર સુધી 8000 જેટલા ફોટાનું કલેક્શન કર્યું છે.આ તમામ ફોટા અલગ અલગ છે. અને 11000 ફોટા કલેક્શન કરવાનું મેં લક્ષ્ય નક્કી કર્યું છે. ખરેખર 8 હજાર ફોટોનું અનોખુ કલેક્શન રાખી અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાની અલગ જ દિવાનગી સાબિત કરી છે.

ફોટો કલેક્શન કરવાની શરૂઆત બાદ બિગને મળવાનું ચૂકતો નથી.
ફોટો કલેક્શન કરવાની શરૂઆત બાદ બિગને મળવાનું ચૂકતો નથી.

અમિતાભ બચ્ચન પણ તેના આ ફેનથી આશ્ચર્યમાં મુકાયા હતા
સુરતનો BIG Bનો બિગ ફેન દિવ્યેશ કુમાવતે જણાવ્યું હતું કે ફોટા કલેક્શન કરવાની સાથે મને BIG Bને મળવાની ખૂબ જ ઈચ્છા હતી.જે ઈચ્છા પહેલી વખત મારી મુંબઈ જઈને પૂરી થઈ હતી. ત્યારે તો મેં માત્ર તેમનો એક આલ્બમ જ મારી સાથે લઈને ગયો હતો. અને એ આલ્બમમાં રહેલા બચ્ચન સાહેબના જુદા જુદા ફોટો કલેક્શન તેમને બતાવ્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અને મને કહ્યું હતું. ઇતને સારે ફોટો કા કલેક્શન કેસે કિયા તુમને ? ત્યારે મેં બચ્ચન સાહેબને ખાલી એટલું જ કહ્યું હતું કે સાહેબ યે તો સિર્ફ ટ્રેલર હે પિક્ચર તો અભી બાકી હૈ. ત્યારબાદ 2017માં ફરી એક વખત BIG B એ તેમને સામેથી મળવા બોલાવ્યો હતો.ત્યારે હું તમામ કલેક્શન લઈને પહોંચ્યો હતો. જે જોઈ બચ્ચન સાબ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વધુમાં દિવ્યેશે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તે પોતાના જીવનના આદર્શ માનતા એવા અમિતાભ બચ્ચનને પાંચ વખત મળવાનો મોકો મળ્યો છે. અને હવે 11000 ફોટાનું કલેક્શન થઈ જાય પછી આ ફોટાની ભેટ તેમને મળીને આપવાની ઈચ્છા છે.

એકવાર બિગ બીએ સામેથી મળવા બોલાવ્યો હતો.
એકવાર બિગ બીએ સામેથી મળવા બોલાવ્યો હતો.

A to Z અક્ષરમાં બચ્ચનના મુવીના યુનિક ફોટો આલ્બમ બનાવ્યો છે
દિવ્યેશ કુમાવત સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે અખબાર અને મેગેજીનમાં પ્રસિધ્ધ થયેલા અમિતાભ બચ્ચનના ફોટોનો સંગ્રહ કર્યો છે,જે પૈકીના 5 હજાર ફોટોનો સુંદર આલબમ પણ તૈયાર કર્યો છે.જેમાં સુરતના KBCના ફોટો, અમિતાભના A અક્ષર થી શરૂ થઈ Z અક્ષરમાં જેટલા પણ મુવી આવ્યા છે એના ફોટો,1980ની સાલમાં અમિતાભ બચ્ચનનો અખબારમાં છપાયેલો પહેલો ફોટો પણ છે.

સુરતમાં કેબીસીના શુટીંગ સમયે પણ મળ્યો હતો.
સુરતમાં કેબીસીના શુટીંગ સમયે પણ મળ્યો હતો.

BIG Bના જન્મ દિવસે દિવ્યેશની વિશેષ સામાજિક પ્રવૃત્તિ સાથે ઉજવણી
દિવ્યેશ કુમાવતે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનના જન્મદિવસે દર વર્ષે સામાજિક પ્રવૃત્તિ કરીને ઉજવણી કરું છું.દર વર્ષે તેમના જન્મદિવસે 11 વૃક્ષોને વાવીને ઉજવણી કરું છું. ઉપરાંત નાના છોકરાઓને બુક વિતરણ પણ કરું છું.ફોટો કલેક્શન કરતી વખતે જે પણ અમને સેકન્ડ હેન્ડ કે નવા પુસ્તકો મળે છે તે દરેક ગરીબ અને નાના છોકરાઓને ડોનેટ કરીએ છીએ.

બિગ બી ફોટો કલેક્શન જોઈને આશ્વર્યમાં પડી ગયા હતા.
બિગ બી ફોટો કલેક્શન જોઈને આશ્વર્યમાં પડી ગયા હતા.

BIG B 102 વર્ષ જીવો તેના એક એક દિવસો હોય હજાર
અમિતાભ બચ્ચનના દીર્ઘાયું જીવન માટે પણ તેના ચાહકોની વિશેષ વિષ જોવા મળતી હોય છે. સુરતના દિવ્યેશ કુમાવતની પણ BIG B માટે ખૂબ જ લાંબુ જીવન જીવે તેવી આજના દિવસે તેમને શુભેચ્છા પાઠવી હતી. દિવ્યેશ કુમાવતે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બચ્ચન સાહેબ સદી પાર કરી 102 વર્ષ જીવે અને તેના એક એક દિવસ હજાર દિવસના હોય આવી શુભેચ્છા પાઠવીને બચ્ચન સાહેબને લાંબામાં લાંબુ દીર્ઘાયુ મળે તેવી આજના દિવસે શુભકામના પાઠવી હતી.

BIG B નો ખૂબ જ મોટો ફેન દિવ્યેશ કુમાવત બચ્ચનના અનેક ખ્યાતનામ ડાયલોગો જાણે છે.
BIG B નો ખૂબ જ મોટો ફેન દિવ્યેશ કુમાવત બચ્ચનના અનેક ખ્યાતનામ ડાયલોગો જાણે છે.

રિશ્તે મેં તો હમ તુમ્હારે ફેન લગતે હૈ નામ હૈ દિવ્યેશ કુમાવત
BIG B નો ખૂબ જ મોટો ફેન દિવ્યેશ કુમાવત બચ્ચનના અનેક ખ્યાતનામ ડાયલોગો જાણે છે. તેની એક્ટિંગોથી પણ પ્રભાવિત છે.પરંતુ શહેનશાહ મુવીનો ડાયલોગ તે હર હંમેશ લોકોને કહેતો આવ્યો છે. ન માત્ર લોકોને પરંતુ અમિતાભ બચ્ચનને પણ આ ડાયલોગ કહીને સંભળાવ્યો છે. શહેનશાહ મુવીના આ ડાયલોગને તેણે પોતાની સાથે જોડી કહ્યું હતું કે રિશ્તે મેં તો હમ તુમ્હારે ફેન લગતે હૈ ઔર નામ હૈ દિવ્યેશ કુમાવત!

અન્ય સમાચારો પણ છે...