તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:સિવિલના અધિકારીએ 400 બેડ હજુ ખાલી હોવાનું CMને કહેતા ધારાસભ્યોએ પૂછ્યું, ક્યાં છે, બતાવો?

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધિકારીએ ઓક્સિજન વિનાના બેડ ગણાવ્યા, હર્ષ સંઘવીએ કહ્યું, તેને ખાટલા કહેવાય
 • મુખ્યમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ ઇન્જેક્શન મુદ્દે મૌન રહ્યા

મંગળવારે જિલ્લા કલેક્ટરાયલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોની હાલની પરિસ્થિતિ અને વ્યવસ્થા અંગેનો તાગ મેળવવા માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટરની વ્યવસ્થા, સુરતમાં બેડની સ્થિતિ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચા દરમિયાન અધિકારીઓએ ખોટી માહિતી આપતા ધારાસભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા કોરોના દર્દીઓ માટે બેડ ખાલી ન હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરતા તેનો ખુલાસો આપવા અધિકારીઓને મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

તેના જવાબમાં નવી સિવિલ હોસ્પિટલના અધિકારી રૂતંભરાએ સિવિલમાં હાલ 400 બેડ હોવાનું કહ્યું હતું. તેમજ વેન્ટિલેટર પણ ખાલી હોવાનું કહેતા ધારાસભ્ય વિનુ મોરડિયા, હર્ષ સંઘવી એ તરત જ અધિકારી ખોટંુ બોલતા હોવાનું કહી દીધું હતું અને જો વેન્ટિલેટર કે બેડ ખાલી હોય તો ‘અમને બતાવો’ એવો સવાલ કરી દીધો હતો.

જોકે, તેમણે ઇર્મજન્સી માટે સ્પેરમાં રાખ્યા હોવાનું જણાવી વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રેમડેસિવિર ઇન્જેકશનના સ્ટોક બાબતે શરૂ થયેલી ચર્ચા દરમિયાન સુરત જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઇન્જેકશનના ડિસ્ટ્રીબ્યુશન દરમિયાન ધારાસભ્યએ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય છે અને ત્યાં કેટલા ઇન્જેક્શન આપ્યા તેમ પુછી નાખતા મુખ્યમંત્રીએ અધિકારીને સવાલ કર્યો હતો.

જોકે, અધિકારીઓ અન્ય પર ખો નાખીને જવાબ આપી ન શકતા મુખ્યમંત્રીએ કમિશનરને ઠપકો પણ આપ્યો હોવાનું જાણવા મળે છે. આ સાથે ધારાસભ્યોએ જણાવ્યુ હતું કે જો સિવિલમાં બેડની પુરતી વ્યવસ્થા છે તો શા માટે લોકો અમારી પાસે મદદ માટે આવી રહ્યા છે. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને કારણે દર્દીઓના સગા-સંબંધીઓ પણ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે.

કહે છે ઇન્જેક્શન મળી રહ્યાં છે
મુખ્યમંત્રી સમક્ષ અધિકારીઓએ પોતાનું સાચવી લેવા માટે ઇન્જેક્શન મળતા હોવાનું કહી દીધું. જ્યારે ગઇ રાત્રે જ એક વ્યક્તિ ઇન્જેક્શન માટે કરગરતો આવ્યો હતો. > વિનુ મોરડિયા, ધારાસભ્ય

વેન્ટિલેટર સાથે હોય તો બેડ કહેવાય
સિવિલના અધિકારીએ ‘અમારી પાસે બેડ છે’ એવું કહેતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે વેન્ટિલેટર, ઓક્સિજન જેવી સુવિધાથી સજ્જ હોય તેને બેડ કહેવાય. તમે જેને બેડ કહો છો તેને ખાટલા કહેવાય તેવું જણાવી દદી હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો