તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતના લિંબાયતમાં એક કનેક્શનમાંથી 17 ઘરને વીજ પૂરવઠો આપનાર સામે ગુનો દાખલ થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીજ કંપની દ્વારા પોલીસ સાથે રાખીને ગેરકાયદે કનેકશન આપનાર સામે કેસ કરવામાં આવ્યાં છે. - Divya Bhaskar
વીજ કંપની દ્વારા પોલીસ સાથે રાખીને ગેરકાયદે કનેકશન આપનાર સામે કેસ કરવામાં આવ્યાં છે.
  • વીજ કંપનીએ પોલીસને સાથે રાખી રેડ કરતાં મામલો સામે આવ્યો

સુરતના લિંબાયત મીઠીખાડીના રહેણાંક વિસ્તારમાં મંગળવારની બપોરે ટોરન્ટ પાવર વીજ કંપનીના વિજીલન્સ વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડી અનેક ગેરકાયદે વીજ કનેકશન ઝડપી પાડ્યા હતાં. પ્રાથમિક તપાસમાં વીજકંપનીના વીજ નેટવર્કમાંથી ગ્રાહકોને ગેરકાયદે વીજ જોડાણ આપી કંપનીને લાખો રૂપિયાનો ચુનો ચોપડનાર ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગેરકાયદે કનેક્શનો મળ્યાં
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ ટોરન્ટ પાવર લીમીટેડ વીજ કંપનીના વિજીલન્સ વિભાગ દ્વારા ગઈકાલે લિંબાયતના મીઠીખાડી રમાબાઈ ચોક વિસ્તારના દરોડા પાડ્યા હતા તપાસ દરમિયાન ગુજરાત સ્લમ બોર્ડ બેઠી કોલોની ઉર્દૂ સ્કુલની નજીક રહેતા અમીન શેખ . મહેબુબ શેખ અને રઝાનગર ઝુપડપટ્ટીમાં રહેતા હુસૈન ગ્યાસુદીન શેખ પોતાના આર્થિક લાભ માટે આજુબાજુના 17 ગ્રાહકોને ઘરોમાં અઅન અધિકૃત રીતે ટોરેન્ટ પાવર કંપનીના વીજ નેટવર્કમાંથી ગેરકાયદે વીજજોડાણો કરી આપ્યા હતાં.

પોલીસે ગુનો નોંધ્યો
વીજ કંપનીને ચૂનો લગાવવાની સાથે સાથે આરોપીઓએ પોતાની તથા બીજા લોકોની જંદગી અને સલામતી જોખમમાં મુકી હતી અને ટોરન્ટ પાવર કંપનીને લાખોનું નુકશાન કર્યુ હતો. બનાવ અંગે પોલીસે ત્રણેય સામે અલગ અલગ ગુનાઓ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.