તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાનમાં તોડ કરતા અમરોલીના હે.કો અને LR સામે ગુનો દાખલ

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટમાં રજૂ કરવાને 200 લઈ આરોપીને મુક્ત કર્યો

ડિટેઇન કરેલા આરોપીને અમરોલી પોલીસની વાનમાં જ રૂ.200-200 લઇને છોડી મૂકવાના વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ અને એલ આર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. અમરોલી પોલીસે અરજી કે અન્ય કામે કેટલાક જામીન પાત્ર ગુનામાં આરોપીઓને ડિટેઇન કર્યા હતા. આ આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ જામીન માટે લઇ જવાના હોય છે. તો પોલીસને પણ જામીન આપવાની સત્તા આપી છે.

હાલમાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં અમરોલી પોલીસે ડિટેઇન કરેલા આરોપીને પોલીસ વાનમાં બેસાડવામાં આવે છે. બાદમાં આ આરોપીઓને મેજીસ્ટ્રેટ સમક્ષ લઇ જવાને બદલે વાનમાં બેસેલા પોલીસ રૂ.200-200 લઇને છોડી મૂકે છે. આ વિડીયાને ધ્યાને લઇને અમરોલી પોલીસે વિડીયો ઉતારનાર આશિષ દોંડાના નિવેદન લીધા બાદ તોડ કરનાર હેડ કોન્સ્ટેબલ શિવાજી પવાર અને એલઆર અમિત ચૌધરી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો