વર્ષ 2005માં બોગસ બાનાખત બનાવી વેસુની કરોડોની જમીન પચાવી પાડવા મામલે ગુનો નોંધાયો હોવા છતાં અને તે કેસ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં એ જમીનને પચાવવા માટે ફરીથી બોગસ પાવરના આધારે બાનાખત બનાવતા અલથાણ પોલીમાં ગુનો દાખલ થયો છે.
અલથાણ આશિર્વાદ રેસીડેન્સીમાં રહેતા બાલકિશન મોહનલાલ ચાંડકની માલિકીની જમીન વેસુમાં જૂના સર્વે નં.559 અને નવો સર્વે નં.354/1 જમીન અંગે શૈલેષ નાથાભાઇ ઉકાણી (રહે.મહાવીર એપાર્ટમેન્ટ, કોપાદ્રા), મનન જીવાભાઇ કાબરીયા (રહે. સરદાર પટેલ સોસાયટી, સાવરકુંડલા), જીવણભાઇ કાબરીયા તેમજ પરાગભાઇ ગીરધરભાઇ ગણાત્રા (રહે. તક્ષશિલા એપા. વસ્ત્રાપુર, અમદાવાદ)ની સામે 2005માં બોગસ પાવર બનાવવા અંગેની ફરિયાદ નોંધાઇ હતી અને તમામની ધરપકડ કરાઇ હતી.
આ જમીન અંગે હાલમાં સુરતની સિવિલ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. બીજી તરફ 2005માં જ બનાવેલા બોગસ પાવરનો આધાર લઇને આરોપીઓ દ્વારા ફરીવાર બાનાખત તૈયાર કરાયો હતો જે અંગેની જાણ ફરિયાદી બાલકિશનને થતા તેઓએ અલથાણ પોલીસમાં ફરિયાદ આપી હતી. બોગસ બાનાખત અને પાવરના આધારે અલથાણ પોલીસે બીજો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જમીન અંગે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી. કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તેમ છતાં બોગસ પાવરના આધારે બોગસ બાનાખત બનાવીને હજુ પણ ચિટીંગનો સિલસિલો યથાવત રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.