દુર્ઘટના:અણુવ્રત દ્વાર પાસે ટાયર ફાટતા કાર પલટી મારી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેન બોલાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

ઉધના મગદલ્લા રોડ પર અણુવ્રત દ્વાર નજીક બુધવારે મોડી રાતે પૂરપાટ ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સદનસીબે કોઈને ઈજા જાનહાનિ થવા પામી ન હતી. આ ઘટનાને કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા. હાલમાં આ મામલે ઉમરા પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. મોડીરાતે પોલીસે ક્રેન બોલાવી કારને ત્યાંથી હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...