તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કલેક્ટર કચેરી પાસેથી કાર રેલી કાઢી રાત્રિના પ્રસંગમાં છૂટની માંગ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કર્ફ્યુથી ઈવેન્ટ એસો.ના 2 લાખ સભ્યોની રોજી પર પ્રશ્નાર્થ

તા.21મી નવેમ્બરથી રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ ફર્ફ્યુ જાહેર કર્યુ છે, જેના કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રિઝને મોટું નુકશાન થાય તેની ચિંતા થોડા દિવસ પૂર્વે જ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કરવામાં આવી છે. ઈવેન્ટ મેનેજર્સ, કેટરર્સ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ એસો.ના સભ્યોએ સેંકડો ગાડીઓ સાથે કલેકટર કચેરી પાસેથી રેલી કાઢી છે. સર્વિસ ઈન્ડસ્ટ્રિઝ સાથે સંકળાયેલા ગૌરવ જરીવાલા જણાવે છે કે, અંદાજે 2 લાખથી વધુ લોકો ઇવેન્ટ સાથે સંકળાયેલા છે. પ્રથમ લોકડાઉનમાં લગ્ન સહિતના વિવિધ આયોજનો નહીં થવાના કારણે ઈવેન્ટ ઈન્ડસ્ટ્રિઝને રૂ.1200 કરોડનું નુકશાન થઈ ચૂક્યુ છે. આવનારા 2 માસમાં અંદાજે 15,000 આયોજનો થનારા છે.

અન્ય સમાચારો પણ છે...