તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગચંપી:સુરત નજીકના દીપલી ગામે જૂના ઝઘડાની અદાવતમાં પાર્ક થયેલી કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવાઈ

સુરતએક મહિનો પહેલા
આગ લગાવનાર CCTVમાં કેદ થયો હતો.
  • કારને સળગાવવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

સુરતના સચિન નજીકના દીપલી ગામમાં ઘર નજીક પાર્ક થયેલી કારમાં આગ લગાવવામાં આવી હતી. ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની જૂની અદાવતમાં રાત્રઇના સમયે કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી હતી. આગ લગાવવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે કારના માલિક દ્વારા સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી.

આગ લગાવીને આરોપી નાસી ગયો હતો.
આગ લગાવીને આરોપી નાસી ગયો હતો.

વીડિયો વાઈરલ થયો
એક મહિના પહેલા ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં કાર સળગાવી દેવાઇ હોવાની ઘટના CCTVમાં કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. કારને સળગાવી દેવાયાના વીડિયો CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સચિન GIDC પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

સમગ્ર કારમાં જોત જોતામાં જ આગ લાગી ગઈ હતી.
સમગ્ર કારમાં જોત જોતામાં જ આગ લાગી ગઈ હતી.

પોલીસે ગંભીરતાથી નોંધ લીધી
ગામવાસીઓ જણાવ્યું હતું કે, ઘણા સમયથી બે બાળકો વચ્ચેનો ઝઘડો ગુરુવારની રાત્રે ફરી ઉગ્ર બન્યો હતો. દીપલી ગામના મંદિર ફળિયામાં રહેતા હરીશ છગન પટેલે પોતાની કાર ઘરના વાડામાં એટલે કે સ્કૂલ ફળિયામાં પાર્ક કરતા સામા પરિવારના યુવાનોએ લાગ જોઈ કારને સળગાવી દીધી હતી. આ મામતો હાલ સચિન પોલીસ સ્ટેશનમાં છે. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.