તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કોસંબા પાસે કારે પલટી મારી, પાંચ મહિલા ઘવાઈ, સંબંધીઓએ 108ના કર્મીઓને માર માર્યો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કઈ હોસ્પિટલમાં લઈ જવા તે બાબતે ઝઘડો

અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે ઉપર કોસંબા ગામ પાસે ઇન્ડિયન પેટ્રોલ પમ્પની બાજુમાં શનિવારે રાત્રે 10 વાગ્યે એક સ્વિફ્ટ કાર પલટી મારી ગઈ હતી. ઘવાયેલાઓને કઈ હોસ્પિટલમાં લઈ જવા તે બાબતે સંબંધીઓએ 108ના પેરામેડિકલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. આવી ઘટના બની હોવા છતા પેરામેડિકલના સ્ટાફ પોતાની ફરજ ચુક્યા વગર ઘવાયેલાઓને હોસ્પિટલમાં લઈ જવાનું ચુક્યો ન હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતની આ કારમાં પાંચ મહિલા અને એક ડ્રાઇવર હતો. કારની સાથે અન્ય ગાડીઓનો પણ કાફલો હતો. ઘટનાસ્થળે આ ગાડીઓ પણ રોકાઈ હતી. ઇજાગ્રસ્તોને મદદ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરની કરોળ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી હતી. જેમાં પેશન્ટને કયા દવાખાને લઈ જવા તે બાબતે 108ના પેરામેડિકલના સ્ટાફ સાથે ઇજાગ્રસ્તના સંબંધીઓએ ઝઘડો શરૂ કર્યો હતો. તુંતું-મેમેથી શરૂ થયેલો આ ઝઘડો છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો. હાઈવે ઉપર અન્ય વાહનચાલકોએ મધ્યસ્થી કરતાં મામલો આખરે થાળે પડ્યો હતો.

આવી ઘટના બની છતાં પણ પેરામેડિકલ સ્ટાફના વસંતભાઈ પોતાની ફરજ સમજીને ઘટનાસ્થળે સમજાવટ કરીને ઘાયલોને સુરત સિવિલ ખાતે લઈ આવ્યા હતા. 108ના સુપરવાઇઝર અશોક મિસ્ત્રીએ આ ઘટના બાબતે જણાવ્યું હતું કે, હુમલો કરનારાઓ સામે આવતીકાલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો