વિવાદ:માર્કેટના પાર્કિંગમાં રહેલી કારને અજાણ્યા શખ્સે આગ ચાંપી દીધી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાધારમણ માર્કેટમાં મોઢું બાંધી કારને ટાર્ગેટ બનાવી

પુણા-કુંભારિયા રોડ પર રાધા રમણ માર્કેટમાં વેપાર કરતા વેપારીની કાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને અજાણ્યાએ સળગાવી દીધી હતી. સિટીલાઇટ ખાતે અગ્રસેન ભવન પાસે સુર્યપ્રકાશ રેસિડેન્સીમાં રહેતા કૈલાશ લક્ષ્મીનારાયણની પુણા-કુંભારિયા રોડ પર રાધારમણ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન છે. શુક્રવારે સાંજે માર્કેટના પાર્કિંગમાં એમણે તેમની જીજે-05-આરબી-6921 નંબરની હોન્ડા સિટી કાર પાર્ક કરી હતી. ત્યારે તેમની કારમાં આગ લાગી હતી. માર્કેટના સીસીટીવી ચેક કરતા સાતેક વાગ્યે બાઇક પર આવેલા અજાણ્યા યુવાને કાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને કારને આગ ચાંપી દીધી હતી. અજાણ્યાએ મોઢે રૂમાલ બાંધી હતી. કૈલાશ કેલાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યાએ કૈલાસની કારમાં ડ્રગ હોવાનો બોગસ કોલ પોલીસને કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, કોઈ વિરોધી કે દુશ્મન કૈલાશને હેરાન કરવા માટે આ કામ કર્યું હોય એલું લાગે છે. 10 ઓક્ટોબરે કૈલાશ કેલા તેમના ઘરે હતા અને ત્યાંજ તેમની કાર પાર્ક કરી હતી. તે સમયે કોઇ અજાણ્યાએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી કે કૈલાસની કારમાં ડ્રગ્સ છે. તેથી ઉમરા પોલીસ આવી હતી અને કારની તલાશી લીધી હતી. જોકે, કારમાંથી કાંઈ વાંધાજનક મળ્યું ન હતું. પોલીસને ખોટી માહિતી આપનાર અને કારને આગ લગાવનાર વ્યક્તિ એક જ હોવાની કૈલાશને શંકા છે.

અન્ય સમાચારો પણ છે...