દુર્ઘટના:સુરત નજીકની વેલંજા ચોકડી પાસે મધરાતે કારમાં આગ લાગી, એન્જિનમાં ભડકો થયા બાદ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ

સુરત7 મહિનો પહેલા
મોડીરાત્રે ઘર તરફ જતા એન્જિનિયરની કારમાં આગ લાગી ગઈ હતી.
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

સુરતના કામરેજ નજીક વેલંજાની રંગોલી ચોકડી પાસે એક લક્ઝરી કારમાં અચાનક આગ લાગી જતા ભડ ભડ સળગવા લાગી હતી. શુક્રવારની મધરાત્રે બનેલી ઘટનાનો કોલ ફાયરને મળતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી જઇ બર્નીગ કારની આગને કાબૂમાં લીધી હતી. કાર માલિક મયુર ભુવાએ કહ્યું હતું કે, એન્જિનમાં ભડકો થયા બાદ આગ લાગી જતા 10 મિનિટમાં અડધી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

કોઈ કારણ જાણી ન શકાયું
રાહુલ બાલાસરા (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, ઘટના મધરાત્રે 1:41ની હતી. વેલંજા રંગોલી ચોકડી પાસે હોન્ડા વર્ના કારમાં આગ લાગી હોવાના કોલ બાદ તત્કાલિક દોડી ગયા હતા. ઘટના સ્થળે બર્નીગ કારને જોઈ પહેલા પાણીનો મારો કર્યો અને આગ કાબૂમાં લીધી હતી. જોકે, આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.

10 મિનિટમાં જ આગ લાગીગઈ હતી.
10 મિનિટમાં જ આગ લાગીગઈ હતી.

કારનો કબ્જો પોલીસને સોંપાયો
તપાસમાં કાર મયુર ભુવા નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું હતું. મયુર સોફ્ટવેર ઈજનેર હોવાનું અને સરથાણામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. મિટિંગ પુરી કરી ઘરે જતા કાર સળગી ગઈ હતી. બર્નીગ કારનો કબ્જો સાયણ પોલીસને સોંપ્યો હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું. બીજી તરફ મયુરે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, આવી ઘટનાઓથી લોકો ડરી જાય એટલે મારે કોઈ વાત કરવી નથી.