દુર્ઘટના:સુરતના ઉધના-મગદલ્લા બ્રિજ પર મધરાતે દોડતી કારમાં ભયાવહ આગ લાગી, રાહદારીએ ધ્યાન દોરતાં ચાલકનો બચાવ

સુરતએક વર્ષ પહેલા
આગની જ્વાળાઓમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.
  • 3 વર્ષ જૂની પેટ્રોલ કાર શોર્ટ સર્કિ ને કારણે સળગી ગઈ હોવાનું પ્રાથમિક તારણ

સુરતના ઉધના-મગદલ્લા બ્રિજ ઉપર મધરાતે રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે એક રાહદારીએ ચાલકનું ધ્યાન દોરતા કાર રોડ બાજુએ ઉભી રાખી ચાલક બહાર નીકળી ગયા બાદ કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. 3 વર્ષ જૂની પેટ્રોલ કાર શોર્ટ સર્કિટને કારણે સળગી ગઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

રાહદારીનું ધ્યાન પડતાં કાર ચાલકનો બચાવ થયો હતો.
રાહદારીનું ધ્યાન પડતાં કાર ચાલકનો બચાવ થયો હતો.

કાર આગની જ્વાળામાં લપેટાઈ
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે 10:24ની હતી. કારમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. પાણીનો મારો કરી આગને કાબુમાં લીધા બાદ પણ કાર આખી બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ કહી શકાય છે.

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

કાર ખાક થઈ
પ્રકાશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કાર માલિક મહેશ મદનલાલ પોતાની કાર નંબર GJ5 GF 9871માં ઘર તરફ જતા હતા. ત્યારે ઉધના-મગદલ્લા બ્રિજ ઉપર એક રાહદારી વાહન ચાલકે કાર સળગી રહી હોવાની જાણ કરતા મહેશભાઈએ તાત્કાલિક બ્રિજ ઉતરતા જ કાર રોડ બાજુએ લઈ પોતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે ત્યારબાદ કાર આખી સળગી ગઈ હતી. મહેશભાઈએ જણાવ્યું હતું કે, ગંધ આવતી હતી. પણ સમજી ન શક્યો, બાદમાં રાહદારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...