ઝૂંબેશ:રજિસ્ટ્રેશન વિના જ ઊંટવૈદુ કરતા ઠગોને પકડવા અભિયાન ચલાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમિક વિસ્તારોમાં ડિગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો
  • ઝોન વાઇઝ ટીમ બનાવી રજિસ્ટ્રેશનનું વેરિફિકેશન શરૂ

શહેરના શ્રમિક વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી બોગસ ક્લિનિકોમાં રજિસ્ટ્રેશન વગર તબીબી પ્રેક્ટીસ કરતાં ઊંટવૈદોને પકડવા હોસ્પિટલ સમિતિના સભ્યે માંગ કરી હતી. ગત દિવસોમાં વરાછામાં મહારાષ્ટ્રના રજિસ્ટ્રેશન સાથે ક્લિનિકલ પ્રેક્ટીસ કરતાં યુવકને પકડી પોલીસ ફરિયાદ કરાઇ હતી.

પાલિકાના આરોગ્ય વિભાગે રજિસ્ટ્રેશનનું વેરિફિકેશન કરવા કવાયત હાથ ધરી છે. હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું કે, શહેરભરમાં બોગસ ક્લિનિકોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં જરૂરિયાતમંદોની ગરજ જાણીને ખોટા ખર્ચાઓ કરાવી તેમના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.

ભ્રૂણ પરિક્ષણ પર પણ કાબૂ મેળવાશે
તાજેતરમાં પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સગર્ભાના ભ્રુણની ઓળખ કરી જાણ કરવા માટે મોટી રકમ વસૂલાઇ રહી હોવાની બાબત પણ સામે આવી હતી. રજીસ્ટ્રેશન વિના ચાલતી આવી ક્લિનિકો સામે પણ પગલાં ભરાશે

અન્ય સમાચારો પણ છે...