મહાનગર પાલિકામાં મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં પુણા માધવબાગ સોસાયટીની ઉત્તરે અને રંગઅવધૂત સોસાયટીની દક્ષિણ તરફે નવો ખાડી બ્રિજ બનાવવા માટે રૂપિયા 4.12 કરોડના અંદાજ મંજુર કરવામાં આવ્યા છે. જુનો ખાડી બ્રિજ તોડી પડાયો હતો આ બ્રિજથી ખાડી પૂરના પાણી વધુ ફરી વળતા હોવાનું તારણ હતું. હવે નવો ખાડી બ્રિજ બનાવવામાં આવશે.
સમિતિની બેઠકમાં જાણ લેવાના કામોમાં પણ વિપક્ષી બે સભ્યો સવાલો ઉઠાવતાં રહેતાં હોય અધ્યક્ષ રોહિણી પાટીલ સહિતના ભાજપ સભ્યોએ હાજર અધિકારીઓને કહી દીધું હતું કે, બંને સભ્યોને ટ્યુશન આપી કામો અંગે સમજણ આપો. સમિતિનો મહત્ત્વનો સમય વેડફાઈ જતો હોય છે તેઓને કામો પર બોલવા પણ ટકોર કરવામાં આવી હતી પરંતુ સામાન્ય સભામાં પુછાય તેવા બહારના પ્રશ્નો પુછાતા અધ્યક્ષ સહિતના સભ્યો અકળાઈ ગયા હતાં.
જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં રૂપિયા 2.73 કરોડના જાણ લેવાના કામો હતાં. તો સીસી રોડ સહિતના રૂપિયા 57 લાખના ટેન્ડરના કામ અને રૂપિયા 12 કરોડના અંદાજના કામો મંજુર કરાયા હતાં તો રૂપિયા 6.57 કરોડના કામોની સામાન્ય સભામાં ભલામણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.