દવાખાનામાં રેડ:ગોડાદરામાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોગસ ડોક્ટર શીતલાપ્રસાદ - Divya Bhaskar
બોગસ ડોક્ટર શીતલાપ્રસાદ
  • BSC ભણ્યો હોવા છતાં એલોપથી દવા, ઇન્જેક્શન આપતો

ગોડાદરામાં પોલીસે જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીઓ સાથે મળીને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. દવા, બીપી માપવાનું મશીન સહિતના સાધનો કબજે કર્યા છે. ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.ગામીતે જણાવ્યું હતું કે, તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાંઈ સૃષ્ટી ચાર રસ્તા પાસે શીતલાપ્રસાદ દવાખાનાનો ડોક્ટર પ્રોપર ડિગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટીસ કરે છે.

બાતમીના આધારે જિલ્લા આરોગ્ય કચેરીને જાણ કરીને ત્યાંથી અધિકારીઓને બોલાવીને રેડ કરવાનું નક્કી કરાયું હતું. પોલીસે શીતલા પ્રસાદ દવાખાનામાં રેડ કરી બોગસ ડોક્ટર આરોપી રમાશંકર મિશ્રા(રહે. તડકેશ્વર સોસાયટી, ભટાર આઝાદનગર, મૂળ રહે. નિમડી ગામ, ફૈજાબાદ, આયોધ્યા, ઉત્તર પ્રદેશ) મળી આવ્યો હતો. તેને માત્ર બીએસસીનો અભ્યાસ કર્યો છે. છતા તે છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ પ્રેક્ટીશ કરતો હતો. તે એલોપેથીક દવાઓ આપતો હતો. ઇન્જેક્શન આપતો હતો તેમજ પ્રિસ્ક્રીપ્શન પણ લખીને આપતો હતો. તેના આધારે પેશન્ટ બહારથી દવા ખરીદીને તેનો ઉપયોગ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...