તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતની મહિલાના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલી રૂ. 2.36 કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં લોન એજન્ટ અને IDBI બેંકની રાંદેર શાખાના કર્મચારીઓએ કારસ્તાન કર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. ડોક્યુમેન્ટ અને જીએસટી નંબર સહિતની ડિટેઇલનો દુરુપયોગ કરી એજન્ટ અને IDBI બેંકના કર્મચારીઓએ બોગસ અકાઉન્ટ ખોલાવી ખેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાંદેર પોલીસે મહિલાની અરજી બાદ તપાસ શરૂ કરી છે.
ક્રિષ્ના ટ્રેડિંગ નામે અકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું
લલિતાબેન ચૌબે (મહિલા ફરિયાદી)એ જણાવ્યું હતું કે અમે ક્યારેય રાંદેર બ્રાંચની IDBI બેંકની શાખામાં ગયાં જ નથી, તેમ છતાં અમારા નામે આ બ્રાંચમાં અકાઉન્ટ ખૂલી ગયું એ એક ચોંકાવનારી બાબત છે. આ ચોક્કસ કાળાં નાણાં ધોળાં કરવાનો ખેલ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અજય મેઘજી કાનાણી નામના ઈસમ પાસે લોનનું કામ કર્યું હતું. એ સમયે મેં ડોક્યુમેન્ટ્સથી લઈને જીએસટી નંબરની વિગતો પણ આપી હતી અને થોડા સમય પહેલાં જીએસટી અકાઉન્ટ ઓનલાઈન ચેક કરતાં એ નંબરને આધારે IDBI બેંકની રાંદેર શાખામાં ક્રિષ્ના ટ્રેડિંગ નામે અકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું મારી સામે આવ્યું છે.
મહિલાએ ફરિયાદ નોંધવામાં આવે એવી માગ પણ કરી
રાજુભાઈ ચૌબે(પીડિત મહિલાના પતિ)એ જણાવ્યું હતું કે પરિવાર ક્યારે IDBI બેંકની રાંદેર શાખામાં ન ગયા હોવા છતાં બોગસ બેંક અકાઉન્ટ અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. બેંકના મેનેજર અને કર્મચારીઓની મેળાપીપળામાં ચોક્કસ લોકોનાં કાળાં નાણાં વ્હાઇટ કરવામાં આવતાં હોવાનું લાગી રહ્યું છે. સમગ્ર મામલે રાંદેર પોલીસમાં મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ નોંધવામાં આવે એવી માગ પણ કરી છે.
IDBI બેંકના મેનેજરનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ
DivyaBhaskar દ્વારા આ મામલે IDBI બેંકની રાંદેર શાખાના મેનેજરનો સંપર્ક સાધવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ શાખા મેનેજરે ફોન પર કોઈપણ પ્રકારનો રિપ્લાય આપ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ગોટાળાને કારણે પોલીસ પણ હવે હરકતમાં આવી હોવાના સમાચાર છે અને એને કારણે બેંકકર્મીઓએ ચુપકીદી સેવી લીધી હોય એવું બની શકે છે. આમ છતાં DivyaBhaskar તરફથી બેંકના જવાબદાર અધિકારીઓ પાસેથી પ્રત્યુત્તર મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.