સાયલન્ટ વોરિયર:અડાજણમાં કોવિડ-19ના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સુરત3 વર્ષ પહેલા
જરૂરીયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • IMAદ્વારા આયોજિત રક્તદાન શિબિર
  • જરૂરીયાતમંદ દર્દીઓ માટે રક્તદાન થયું

અડાજણ વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. સિલિકોન લક્ઝરીયા કોમ્પલેક્સમાં રક્તદાન કેમ્પ યોજાયો છે. જેમાં 50થી વધુ બોટલ રક્ત એકત્ર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. IMA(ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા કોવિડ-19ના દર્દીઓને રક્તની જરૂરી પડે તો પહોંચી વળવા આ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડોક્ટર,વેપારી,એન્જિનિયર સહિતના પ્રોફેશન સાથે જોડાયેલા લોકોએ રક્તદાન કર્યું છે. લોકડાઉન બાદ પ્રથમ રક્તદાન કેમ્પ યોજ્યો હોવાનું બ્લડબેંક દ્વારા જણાવવામાં આવ્યું છે.

રક્તદાતાને સન્માનિત કરાયા

કોરોના કાળમાં તમામ ગતિવિધિઓ બંધ થઈ જતાં બ્લડ બેંકમાં પણ લોહીની જરૂરીયાત ઉભી થઈ છે. તેવા સંજોગોમાં જરૂરીયાત મંદ લોકોને રક્ત મળી રહે તે માટે IMA દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારા તમામ દાત્તાઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બ્લડ બેંક દ્વારા કહેવાયું હતું કે, દર વર્ષે 20થી વધુ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વખતે લોકડાઉન બાદ પ્રથમ વખત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...