ભાજપ કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતની પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો નીકળતાં આખો ખેલ ઊંધો પડી ગયો હતો. ભાજપ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે સોશિયલ મીડિયા પર આપના ગોપીપુરા કાર્યાલયમાં યુવક નશામાં સૂતો હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો. તપાસમાં કાર્યાલયમાં સૂતેલો હિમાંશુ અરવિંદ મહેતા ભાજપનો નીકળ્યો હતો અને ફોટો પાડનાર પણ ભાજપના કાર્યકર જયરાજ રામચંદ્ર સાહુકાર હોવાનું ખૂલ્યું હતું. ભાજપના કોર્પોરેટર કહે છે, દારૂ પીધેલો અમારો સક્રિય કાર્યકર નથી, પણ ફોટા અમારા કાર્યકરે પાડ્યા છે.
મજાક કરતા હતા ને ફોટો વાઇરલ થઈ ગયો : કાર્યકર
ફોટા અંગે માફી પત્ર લખી આપનાર પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે અમે બધા મિત્રો જ છીએ. પક્ષ અલગ હોય તો શું થયું, અમે મજાકમાં ફોટો પાડ્યો હતો.
આપને બદનામ કરવા માટે આવા તિકડમ કરાય છે
આપની એન્ટ્રી સાથે ફફડાટ હોય એમ બદનામ કરવા ભાજપ તિક્ડમ ચલાવે છે. એની જ પરંપરા છે. > ધર્મેશ ભંડેરી, વિપક્ષ નેતા.
ધમકી આપી માફીપત્ર લખાવ્યું
ફોટો પાડનાર ભાજપ કાર્યકર છે. હિમાંશુ માત્ર ચૂંટણી વખતે આવે છે. સક્રિય નથી, હાલ આપમાં છે. > વ્રજેશ ઉનડકટ, ભાજપ કોર્પોરેટર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.