નિયમો માત્ર નાગરિકો માટે?:સુરતમાં ભાજપના કાર્યકરે છોકરા ભેગા કરી માસ્ક વિના જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો, કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા

સુરતએક વર્ષ પહેલા
ભાજપના કાર્યકર્તાનું બર્થડે �
  • જન્મદિવસ ઉજવનારો યુવત શહેર ભાજપ મંત્રી પ્રદીપસિંહનો ભત્રીજો હોવાનું સામે આવ્યું.
  • જીતેશ સિંહે નાના બાળકોને ભેગા કરીને માસ્ક વિના જન્મદિવસ ઉજવી તેમનો જીવ પણ જોખમમાં મૂક્યો.

સુરત ભેસ્તાન વિસ્તારમાં ભાજપ કાર્યકરે જાહેરમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જીતેશ સિંહ પોતાનો જન્મ દિવસ બાળકો સાથે જાહેરમાં ઉજવણી કરતા વીડિયોમાં કેદ થઈ ગયો હોવાની વાત ચર્ચામાં આવી છે. પ્રદેશ પ્રમુખના ઘરમાં જ કાર્યકર્તાઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉદાડતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

જીતેશ સિંહ શહેર ભાજપ મંત્રીનો ભત્રીજો
એટલું જ નહીં પણ બર્થ ડે બોય જીતેશ સિંહ શહેર ભાજપ મંત્રી પ્રદીપસિંહનો ભત્રીજો હોવાનું પણ બહાર આવ્યું છે. જન્મ દિવસ, માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડી બાળકો સાથે ઉજવણી કરી બાળકોના જીવને પણ જોખમમાં મુક્તા ચારેય બાજુએથી લોકોએ રોષ વ્યકત કર્યો હતો.

જન્મદિવસની ઉજવણી કરતો જીતેશ સિંહ
જન્મદિવસની ઉજવણી કરતો જીતેશ સિંહ

સ્થાનિક લોકોએ કાર્યવાહી કરવાની માગણી કરી
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, ભાજપના જ કાર્યકર્તાઓ જો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી ને નેતાઓ લોકોને સલાહ આપી રહ્યા છે એ શરમજનક કહી શકાય છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જીતેશ પોતાને સિંઘમ સમજીને બાળકો સાથે જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ચોક્કસ આવી માનસિકતા વાળા કાર્યકર્તાઓને હાંકી કાઢવા જોઈએ અને તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાવવા જોઈએ. હવે પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરીને કડક સજા આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે છે કે પછી માત્ર ફરિયાદ નોંધીને કાર્યકર્તાને કેસ દબાવી દેવામાં આવે છે તે જોવું રહ્યું.