• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'A Birthday Party Of A Congress Worker Or Leader Will Be Celebrated, While A BJP Worker Celebrates His Birthday With Service Activities Said C R Patil

પાટીલનું નિવેદન:'કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનના જન્મદિવસે મહેફિલ જોવા મળશે, જ્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિથી ઉજવે છે'

સુરતએક દિવસ પહેલા
  • સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ કહે છે કે, કોંગ્રેસના આગેવાનોને સી.આર.પાટીલના સર્ટિફિકેટની જરૂર નથી
  • ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના જન્મદિવસે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાના આજે જન્મ દિવસના અવસરે કતારગામ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલે કોંગ્રેસ પર વધુ એક વખત આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સેવા અને સમર્પણની ભાવના માત્ર ભાજપની કેડર બેઝ પાર્ટીમાં જ જોવા મળે છે. જ્યાં નેતાઓથી માંડીને કાર્યકરો પણ પોતાના જન્મ દિવસના અવસરે રક્તદાન જેવા સામાજીક કાર્યક્રમોનું આયોજન કરે છે. કોંગ્રેસના કોઇ કાર્યકર્તાના જન્મ દિવસે મહેફિલ જોવા મળશે, જ્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિથી ઉજવે છે.

કોંગ્રેસના આગેવાનોને સી.આર.પાટીલના સર્ટિફિકેટની જરૂર નથીઃ નૈષધ દેસાઈ
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, એ પોતે ધીરૂભાઇ ગજેરાની બર્થ ડે ઉજવે છે, પણ કોંગ્રેસના આગેવાનોના બર્થ ડેના દિવસે શું કાર્યક્રમો થાય છે, તે તેઓ જાણતા નથી. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી હોય કે, અહેમદ પટેલ હોય, તેમના જન્મદિવસે કોંગ્રેસ પાર્ટી કેમ્પ સહિતની લોક કલ્યાણની પ્રવૃતિઓ કરે જ છે. કોંગ્રેસના આગેવાનોને સી.આર.પાટીલના સર્ટિફિકેટની જરૂર નથી.

ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના જન્મદિવસે રક્તદાન શિબિરનું આયોજન કરાયું
ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના જન્મદિવસે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

રક્તદાન કરનાર નાગરિકોને પાટીલે સન્માન પત્ર ભેટ આપ્યા
આજે કતારગામના વસ્તાદેવડી ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં પૂર્વ ધારાસભ્ય અને હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપની કંઠી ધારણ કરનાર ધીરૂ ગજેરાના જન્મ દિવસના પ્રસંગે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો સહિત ધીરૂ ગજેરાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ અને મેયર હેમાલી બોઘાવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરનાર પ્રત્યેક નાગરિકોને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સન્માન પત્ર ભેટ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરનાર પ્રત્યેક નાગરિકોને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સન્માન પત્ર ભેટ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરનાર પ્રત્યેક નાગરિકોને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સન્માન પત્ર ભેટ આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનના જન્મદિવસે મહેફિલ જોવા મળશેઃ પાટીલ
પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસ પાર્ટી અને તેના કલ્ચર પર ટકોર કરતાં જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર પોતાનો જન્મ દિન પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવે છે અને એના પગલે જ ભાજપ અન્ય પાર્ટીઓ કરતાં અલગ તરી આવે છે. કોંગ્રેસના કોઈ કાર્યકર કે, આગેવાનના જન્મ દિવસે મહેફિલ જોવા મળે પણ રક્તદાન જોવા નહીં મળે.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ કહે છે કે, કોંગ્રેસના આગેવાનોને સી.આર.પાટીલના સર્ટિફિકેટની જરૂર નથી
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ કહે છે કે, કોંગ્રેસના આગેવાનોને સી.આર.પાટીલના સર્ટિફિકેટની જરૂર નથી

મોદીના જન્મદિવસની ઉજવણીમાં 570 સ્થળે રક્તદાન કેમ્પ થયા
સેવાકીય પ્રવૃત્તિના ઉદાહરણ અંગે તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલમાં જ 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા સેવાકીય પ્રવૃત્તિ 7 ઓક્ટોબર સુધી 20 દિવસ સુધી 196 અલગ-અલગ સેવાકીય અને જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી રાજ્યભરમાં 570 સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાના આજે જન્મ દિવસના અવસરે કતારગામ ખાતે યોજાયેલા રક્તદાન શિબિર યોજાઇ
પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાના આજે જન્મ દિવસના અવસરે કતારગામ ખાતે યોજાયેલા રક્તદાન શિબિર યોજાઇ
અન્ય સમાચારો પણ છે...