નિર્ણય:ડુમસ રોડને નુકસાન પહોંચાડતા ભારે વાહનો પર આખરે પ્રતિબંધ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવરહેડ બેરિકેટિંગ લગાડવા સ્થાયી સમિતિનો નિર્ણય
  • હાલ હંગામી ધોરણે નહેરવાળા રસ્તાનો ઉપયોગ કરી શકાશે

સુરત-ડૂમસ રોડ પરના સીસી રોડમાં તિરાડ પડવાની ગંભીર ઘટના દિવ્ય ભાસ્કરે ઉજાગર કરી હતી. આ મામલાને ગંભીરતાથી લઈ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે તુરંત તપાસની સૂચના આપી હતી. તેમાં, એરપોર્ટ હોય મહત્ત્વના રસ્તાને નુકશાન સહિત એરપોર્ટના વૃક્ષોને પણ નુકશાન થતું હોય અને સમગ્ર વિસ્તારમાં કોલસાની રજકણો-ધૂળથી ન્યૂશન્સ ફેલાતું હોવાનું બહાર આવ્યું હતું. આ બાદ સ્થાયી સમિતિએ મગદલ્લા પોર્ટની કંપનીઓની હેવી ટ્રકોને પ્રવેશબંધીનો આદેશ આપ્યો છે.

સુરત-ડૂમસ રોડ પર મગદલ્લા ચાર રસ્તાથી એરપોર્ટ તરફ જતાં સીમેન્ટ કોંક્રીટના રોડમાં મસમોટી તિરાડો પડી હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે ગત તારીખ 9 મી એપ્રિલે પ્રસિદ્ધ કર્યો હતો. અગાઉ આરોગ્ય ખાતાએ પણ રેડ પાડી દંડ સહિત ની કાર્યવાહીઓ કરી છે.

સ્થાયી ચેરમેને જણાવ્યું હતું કે, મગદલ્લા એરપોર્ટ-ડૂમસ રોડ પર પ્રવેશબંધી ફરમાવી છે ત્યાં ઓવરહેટ બેરિકેટિંગ કરાયું છે, કંપનીઓની કામગીરીને અસર નહીં પહોંચે માટે હાલ હંગામી ધોરણે નહેરવાળો રસ્તાનો ઉપયોગ થઈ શકશે પરંતુ નજીકમાં બીજો 16 મીટરનો રસ્તો છે જે પોર્ટની કંપનીઓ તૈયાર કરશે અને તેનો ઉપયોગ કરશે ત્યાર બાદ નહેરવાળા રસ્તાને પણ બંધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...