તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સટાઈલ નગરીની સફળતા:30 સેકન્ડમાં જ બેક્ટેરિયામુક્ત થાય તેવું સિન્થેટિક કાપડ સુરતમાં તૈયાર થયું

સુરત25 દિવસ પહેલા
ચામુંડા ઇન્ડસ્ટ્રીઝમાં યાર્નમાંથી કાપડ બનાવવામાં આવ્યું.
  • બેક્ટેરિયામુક્ત કાપડ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સંભવતઃ સુરતમાં પહેલો કિસ્સો હોવાનો દાવો

અમેરિકાની કંપનીએ 30 સેકન્ડમાં બેક્ટેરિયામુક્ત યાર્ન તૈયાર કર્યા બાદ તેના વપરાશ કરીને કાપડ બનાવવા માટે સુરતના પાંડેસરમાં મોકલવામાં આવ્યું હતું. પાંડેસરામાં કાપડ તૈયાર થયા બાદ યાર્ન બેક્ટેરિયામુક્ત હોવાનો રિપોર્ટ જે અમેરિકન લેબે આપ્યો હતો તેણે કાપડ પણ બેક્ટેરિયામુક્ત હોવાનો રિપોર્ટ આપ્યો છે. આ પ્રમાણે કાપડ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સંભવતઃ સુરતમાં પહેલો કિસ્સો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અમેરિકાની લેબમાંથી કાપડ બેક્ટરિયામુક્ત હોવાનો રિપોર્ટ આવ્યો
અમેરિકાની કંપનીએ યાર્ન તૈયાર કર્યા બાદ તે યાર્નમાંથી કાપડ બનાવવા માટે યાર્નને ભારતની સેન્યુરી એન્કા કંપીનને મોકલવામાં આવ્યું હતું. તે કંપનીએ સુરતના પાંડેસરા ખાતે આવેલી જય જલારામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ચામુંડા ઇન્ડસ્ટ્રીઝને યાર્નમાંથી કાપડ બનાવવાની કામગીરી સોંપી હતી. જેથી કંપની દ્વારા યાર્નમાંથી કાપડ તૈયાર કરીને સેન્યુરી એન્કાને મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી કાપડ અમેરિકાની લેબમાં મોકલીને યાર્ન અને ત્યારબાદ તૈયાર થયેલું કાપડ બંને બેક્ટરિયામુક્ત હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

અન્ય યાર્ન સાથે 15 ટકા જ યાર્ન બેક્ટેરિયામુક્ત વાપરવામાં આવે છે.
અન્ય યાર્ન સાથે 15 ટકા જ યાર્ન બેક્ટેરિયામુક્ત વાપરવામાં આવે છે.

સામાન્ય યાર્ન કરતાં 10 ગણી વધુ કિંમત
સામાન્ય યાર્નની કિંમત પ્રતિ કિલોએ 250થી 300 રૂપિયાની આસપાસ રહેતી હોય છે. જ્યારે બેક્ટેરિયામુક્ત તૌયાર કરાયેલા યાર્નની કિંમત પ્રતિ કિલોએ 3 હજારની આસપાસ રાખવામાં આવી છે. જોકે, આ યાર્ન પણ આગામી દિવસોમાં ભારતમાં જ બનાવવામાં આવે તે દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે તેની કિંમતમાં પણ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અમેરિકાની લેબમાંથી બેક્ટરિયામુક્ત હોવાનો રિપોર્ટ આવ્યો.
અમેરિકાની લેબમાંથી બેક્ટરિયામુક્ત હોવાનો રિપોર્ટ આવ્યો.

અન્ય યાર્ન સાથે માત્ર 15 ટકા જ વપરાશ કરવાનો
યાર્નમાંથી કાપડ બનાવનાર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, કાપડ બનાવવા માટે જે યાર્નનો વપરાશ કરવામાં આવે તેની સાથે 15 ટકા જ યાર્ન બેક્ટેરિયામુક્ત વાપરવાનું રહે છે. બંને યાર્નના વપરાશ બાદ તેરાફેરી કરવામાં આવેલું સંપૂર્ણ કાપડ બેક્ટેરિયામુક્ત થઇ જાય છે. આ પ્રકારનું કાપડ સુરતમાં પહેલી વખત જ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આવા જ કાપડની સારી એવી માગ બજારમાં જોવા મળવાની છે.

યાર્ન અને કાપડ ભારતમાં જ બનાવવાની કાપડ વેપારીએ આશા વ્યક્ત કરી.
યાર્ન અને કાપડ ભારતમાં જ બનાવવાની કાપડ વેપારીએ આશા વ્યક્ત કરી.

દર વર્ષે 5000 હજાર કરોડનો વ્યવસાય થવાની શક્યતા
હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, કાપડ સુરતમાં બન્યું અમેરિકા મોકલ્યું, જ્યાં ટેસ્ટિંગ બાદ સર્ટી સાથે ફરી સુરત આવ્યું છે.
હવે આ યાર્ન બનાવવાની ટેક્નોલોજી ઇન્ડિયામાં બનશે ત્યારબાદ કાપડ પણ ઇન્ડિયામાં બનશે અને પછી આખા વર્લ્ડમાં સપ્લાય કરાશે. આ મટીરીયલ અને ટેક્નોલોજીથી બનેલા કપડા અને યાર્ન વિશ્વમાં ધમાલ મચાવી શકે છે. દર વર્ષે 5000 હજાર કરોડનો વ્યવસાય કરી શકે છે. આ કાપડ મેન્સ અને વુમન ગારમેન્ટ્સ, હોસ્પિટલ, હોમ એપલાઈન્સ સહિતનમાં ઉપયોગમાં લઈ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો