હાલાકી:ગોથાણ પાસે ફાટક બંધ કરી દેવાતાં 5 મિનિટનું અંતર કાપવા 7 કિમીનો ચકરાવો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

DFCCIL અને વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષો જુના ગોથાણ ફાટકને બંધ કરાતા ગામના બે ભાગ થઇ ગયા છે. દલિતોની વસ્તી જાણે ગામથી જુદી પડી ગઇ છે.ગામના બીજા વિસ્તાર કે ખેતરમાં જવા અગાઉ જે 5 મિનિટનો રસ્તો હતો તે હવે 7 કિલોમીટરનો થઇ ગયો છે.

રેલવેના અધિકારીને અને રેલમંત્રી દર્શના જરદોશ અને મુખ્યમંત્રીને ફાટક શરૂ ન થાય તો ગામને અંડરગ્રાઉન્ડ પાસ આપવા રજુઆત કરાઇ રહી છે. હરિજનવાસ અને હળપતિવાસ 800 લોકો ગામથી છુટા પડી ગયા છે. શાળાએ જવા તેમજ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે રેલવેના પાટા કુદીને આવવું પડે છે.

ગામના જાણે બે ફાડચા થઈ ગયા
સ્થાનિક ખેડૂત હાર્દિક પટેલના જણાવે છે કે,ફાટક બંધ થતા હાઇવેથી ખેતરે જવું પડે તેમ છે. હાઇવે ઓવર બ્રિજ પાસે પણ સર્વિસ રોડ ન હોવાથી રાત્રે ખેતરમાં પાણી આપવા જતી વખતે રોંગ સાઇડથી જતાં અકસ્માતનું જોખમ રહે છે.

​​​​​​​ગામના રહીશ નારણભાઇ કંથારિયા જણાવે છે કે, અમારો વિસ્તાર ટ્રેકની બીજી બાજુ છે. સસ્તા અનાજની દુકાન, બેંક, દવાખાનું પણ સામી બાજુએ હોવાથી અમારે પાણીના કેરબા, અનાજના થેલા ઊંચકીને રેલવે ટ્રેક ઓળંગવા સમયે જોખમ પણ રહે છે.

અન્ય સમાચારો પણ છે...