તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:સુરતમાં રાજસ્થાની જૈન સમાજ દ્વારા મેડિકલની સુવિધા 60 બેડનું આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમાજના યુવકો દ્વારા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સમાજના યુવકો દ્વારા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું.
  • સમાજના અગ્રણીઓના સહકારથી સૈન્ટર તૈયાર થયું

કોરોનાની માહામારી સામે રાજસ્થાની જૈન સમાજ આગળ આવ્યું છે. સમાજના અગ્રણીઓ અને યુવકોની મહેનતતી 60 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરી કોવિડના દર્દીઓને સારવાર આપવાની તૈયારી બતાવી છે. સમાજના અગ્રણીઓના સાથ સહયોગ અને 30 જેટલા નવયુવાનોની મહેનતથી તૈયાર થયેલું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

દર્દીઓને સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
દર્દીઓને સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

ઓક્સિજન સહિતની સુવિધા
શ્રી કુશલ ક્રાંતિ ખરતરગછ જૈન સંઘ નાકોડા ભૈરવ તપાગછ જૈન સંઘના પ્રવકતા આશિષ મરડીયાએ જણાવ્યું હતું કે, વધતા જતા કોરોનાના કેસને લઈ સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે. એમની સાથે સમાજની લગભગ તમામ વેપારી યુવાનોનો સહકાર મળી રહ્યો છે. આજે પાલ કોમ્યુનિટી સેન્ટરમાં આઇસોલેશન સેન્ટરનું ઉદઘાટન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કોર્પોરેટર કેતન મહેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના હસ્તે કરાયું છે. આઇસોલેશન સેન્ટરમાં 60 બેડની ઓક્સિજન સાથેની સુવિધા ઉભી કરાય છે. આ સેન્ટરમાં 30 જેટલા MD,MBBS,BDS ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ હાજર રહેશે.

મેડિકલની સુવિધા સાથે તૈયારી કરાઈ છે.
મેડિકલની સુવિધા સાથે તૈયારી કરાઈ છે.

પ્રથમ વેવમાં પણ સેવા કરાઈ હતી
સુરતમાં તેમના સમાજના 500 પરિવારો રહે છે. જેમાં રાજસ્થાન સંચોરથી સિનધરી અને શેરગઢ સુધીનો સમાવેશ થાય છે. તમામ વેપારી પરિવારોની આર્થિક મદદથી આ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં મદદ મળી છે. સમાજ દ્વારા કોરોના ના પ્રથમ વેવમાં પણ ગરીબ લોકોને ભોજન, આર્થિક મદદ કરવામાં પણ પાછળ રહી નથી.કોરોના ની માહામારી સામે રાજસ્થાની જૈન સમાજ આગળ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...